
પાટણ, 23 જૂન (હિ.સ.) કલ્યાણા ગામે સદ્દભાવ યુવા વિકાસ ટ્રસ્ટ દ્વારા અનુસૂચિત જાતિ સમાજના વિદ્યાર્થીઓને ચોપડા, સ્કૂલ બેગ અને અન્ય શૈક્ષણિક સામગ્રી ધરાવતી શિક્ષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું.
આ સેવાકીય કાર્ય ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓના સહયોગથી યોજાયું હતું. સ્કૂલ બેગનું દાન સ્વર્ગસ્થ પ્રહલાદ ચૌહાણની સ્મૃતિમાં તેમના પુત્ર મેહુલકુમાર ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં ટ્રસ્ટના પ્રમુખ આનંદ ચૌહાણે વિદ્યાર્થીઓને શિક્ષણનું મહત્વ સમજાવતાં મહેનત, શિસ્ત અને સંસ્કાર સાથે આગળ વધવા પ્રેરણા આપી હતી.
વિતરણ કાર્યક્રમમાં ટ્રસ્ટના હોદ્દેદારો, ટ્રસ્ટીઓ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. અંતે ટ્રસ્ટે તમામ સહયોગીઓનો આભાર વ્યક્ત કરી ભવિષ્યમાં પણ શિક્ષણ અને સમાજસેવાના કાર્યો ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ