


છોટાઉદેપુર, 23 જૂન (હિ.સ.) છોટાઉદેપુર ના જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના પ્રેરણાદાયી ‘સશક્ત દીકરી અભિયાન’ અંતર્ગત એક સરાહનીય પહલ જોવા મળી છે. ગત સોમવારના રોજ કલેક્ટરએ પ્રેમલત્તાદેવી કન્યા શાળા છોટાઉદેપુરની મુલાકાત લીધી હતી અને ત્યાં અભ્યાસ કરતી દીકરીઓ સાથે સંવાદ કર્યો હતો. તે મુલાકાતને આગળ ધપાવતા કલેક્ટરએ દીકરીઓને ખાસ પોતાની કચેરીમાં આમંત્રિત કરી હતી.
કલેક્ટર કચેરીની મુલાકાત દરમિયાન દીકરીઓમાં અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો. કલેક્ટરશ્રીએ દીકરીઓ સાથે અત્યંત આત્મીયતાપૂર્વક વાતચીત કરી, તેમના ભવિષ્યના સપનાઓ વિશે જાણ્યું અને તેમને ઉચ્ચ શિક્ષણ તેમજ કારકિર્દીમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કરી હતી.
આ મુલાકાતને યાદગાર બનાવવા માટે કલેક્ટરએ દીકરીઓને ખાસ 'પ્લાન્ટેબલ પેન્સિલ' ભેટમાં આપી હતી,
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ