શિક્ષક ભરતી પરીક્ષા ગડબડી મામલો: ચેન્નઈ, ત્રિચી અને મદુરૈ સહિત 18 સ્થળોએ ઈડીની દરોડાની કાર્યવાહી
નવી દિલ્હી, 23 જૂન (હિ.સ.) પ્રવર્તન નિદેશાલય (ઈડી)એ, શિક્ષક ભરતી પરીક્ષામાં થયેલી કથિત ગડબડી અને હેરાફેરીના મામલે મોટી કાર્યવાહી કરતા તમિલનાડુના વિવિધ શહેરોમાં દરોડા પાડ્યા છે. ઈડીની ટીમો ચેન્નઈ, ત્રિચી, કોયમ્બટૂર અને મદુરૈ સહિત લગભગ 18 પરિસરો (સ્થ
પ્રવર્તન નિદેશાલય (ઈડી)


નવી દિલ્હી, 23 જૂન (હિ.સ.) પ્રવર્તન નિદેશાલય (ઈડી)એ, શિક્ષક ભરતી પરીક્ષામાં થયેલી કથિત ગડબડી અને હેરાફેરીના મામલે મોટી કાર્યવાહી કરતા તમિલનાડુના વિવિધ શહેરોમાં દરોડા પાડ્યા છે. ઈડીની ટીમો ચેન્નઈ, ત્રિચી, કોયમ્બટૂર અને મદુરૈ સહિત લગભગ 18 પરિસરો (સ્થળો) પર વ્યાપક તલાશી અભિયાન ચલાવી રહી છે. આ મામલે કેન્દ્રીય એજન્સી મની લોન્ડરિંગના દૃષ્ટિકોણથી તપાસ આગળ વધારી રહી છે.

અધિકારીક સૂત્રો અનુસાર, ઈડીની આ કાર્યવાહી વર્ષ 2017માં કેન્દ્રીય અપરાધ શાખા (સીસીબી) દ્વારા નોંધાયેલી એક પ્રાથમિક જાણકારી (એફઆઈઆર)ના આધારે કરવામાં આવી રહી છે. આ મામલે પોલીસે તપાસ પૂર્ણ કરીને વર્ષ 2021માં કોર્ટ સમક્ષ આરોપપત્ર (ચાર્જશીટ) દાખલ કર્યું હતું. પોલીસની આ ચાર્જશીટને ધ્યાનમાં લઈને ઈડીએ કેસ નોંધ્યો હતો અને હવે આ જ સંબંધમાં પુરાવા એકત્ર કરવા માટે આ દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

મંગળવાર સવારે શરૂ થયેલી આ કાર્યવાહી સંબંધિત શહેરોમાં શંકાસ્પદો અને કેસ સાથે જોડાયેલા લોકોના રહેણાંક તથા વ્યાવસાયિક ઠેકાણાઓ પર એકસાથે ચાલુ છે. ઈડીના અધિકારીઓ વિવિધ દસ્તાવેજો, નાણાકીય લેવડદેવડના રેકોર્ડ અને ડિજિટલ ઉપકરણોની તપાસ કરી રહ્યા છે.

એજન્સીને શંકા છે કે, પરીક્ષામાં હેરાફેરીના બદલામાં મોટા પાયે ગેરકાયદે નાણાંની લેવડદેવડ કરવામાં આવી હતી. હાલ મામલે આગળની વિગતવાર તપાસ અને કાર્યવાહી પ્રક્રિયા ચાલુ છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande