દ.ગુજરાતમાં નવસારી-વલસાડમાં,સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર,અમરેલી જિલ્લામાં મેઘરાજાની એન્ટ્રી,દ.ગુજરાતમાં એલર્ટ
અમદાવાદ,23 જૂન (હિ.સ.) ગુજરાતમાં 15 જૂન થી ચોમાસાની શરૂઆત થતી હોય છે પરંતુ આ વર્ષે ચોમાસું લાંબુ ખેચાઈ ગયું. રાજ્યમાં પ્રિ-મોન્સૂન વાદળો અને પવનોની બદલાતી દિશા વચ્ચે તાપમાનમાં મિશ્ર ઉતાર-ચડાવ જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલને
દ.ગુજરાતમાં નવસારી-વલસાડમાં,સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર,અમરેલી જિલ્લામાં મેઘરાજાની એન્ટ્રી,દ.ગુજરાતમાં એલર્ટ


અમદાવાદ,23 જૂન (હિ.સ.) ગુજરાતમાં 15 જૂન થી ચોમાસાની શરૂઆત થતી હોય છે પરંતુ આ વર્ષે ચોમાસું લાંબુ ખેચાઈ ગયું. રાજ્યમાં પ્રિ-મોન્સૂન વાદળો અને પવનોની બદલાતી દિશા વચ્ચે તાપમાનમાં મિશ્ર ઉતાર-ચડાવ જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલને કારણે લોકોને બફારા અને ગરમીથી મોટી રાહત મળી છે,

દેશમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. તે મહારાષ્ટ્ર, તેલંગાણા, છત્તીસગઢ અને બિહારના વધુ વિસ્તારોમાં પ્રવેશી ચૂક્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી 48 કલાકમાં મુંબઈ સહિત મહારાષ્ટ્રના બાકીના ભાગોને પણ આવરી લેશે.

ગુજરાતમાં ચોમાસાની વિધિવત શરૂઆત પહેલાં જુદા-જુદા ભાગોમાં મેઘરાજાએ હાજરી પુરાવી છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 52 તાલુકામાં નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે, જેમાં સૌથી વધુ ભાવનગરમાં 1.85 ઇંચ અને સુરતના ઉમરપાડામાં 1.77 ઇંચ વરસાદ નોંધાયો છે. સૌથી ઓછો વરસાદ વલસાડના નાનાપોંઢામાં 1 mm નોંધાયો હતો.

ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના પંથકો હજુ પણ અસહ્ય ગરમીમાં શેકાઈ રહ્યા છે. સોમવારે ગાંધીનગર 41°C તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું હતું. દક્ષિણ ગુજરાતના સુરતમાં તાપમાનમાં સૌથી મોટો 3.5°Cનો ભારે ઘટાડો નોંધાયો છે.

વલસાડ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી છવાયેલા વાદળછાયા વાતાવરણ બાદ આખરે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. આજે વહેલી સવારે 4 થી 6 વાગ્યાના માત્ર બે કલાકના ગાળામાં જ ઉમરગામ સહિતના વિસ્તારોમાં 17 mm જેટલો વરસાદ ખાબક્યો હતો. વરસાદના પગલે લાંબા સમયથી અસહ્ય બફારા અને ગરમીથી તોબા પોકારી ઉઠેલા લોકોને આંશિક રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

વલસાડ શહેર અને આસપાસના ગામોમાં વહેલી સવારે વરસાદ શહેરના તિથલ રોડ, હાલર રોડ, રામવાડી સહિતના વિસ્તારોમાં વરસાદ તિથલ, સેગવી, કોસંબા સહિતના ગામોમાં પણ વરસ્યો વરસાદ સતત બે દિવસથી વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.

નવસારી જિલ્લામાં સતત બીજા દિવસે અષાઢી માહોલ જામ્યો છે. આજે વહેલી સવારથી જ તોફાની પવન સાથે શરૂ થયેલા વરસાદને કારણે જલાલપોર પંથકમાં સવા ઇંચ કરતાં વધુ વરસાદ ખાબકી ગયો છે. વરસાદને પગલે જગતનો તાત ખુશખુશાલ જોવા મળી રહ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે જિલ્લાની મુખ્ય નદીઓ અને ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા-લીંબડી હાઈવે પર મેઘરાજાએ એન્ટ્રી કરતાં વરસાદી માહોલ જામ્યો હતો. પવન સાથે વરસેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. હાઈવે પર મુસાફરી કરતા વાહનચાલકોને ગરમીમાંથી રાહત મળી હતી, જ્યારે આસપાસના વિસ્તારોમાં પણ ચોમાસાની ખુશી જોવા મળી હતી.

અમરેલી જિલ્લામાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરતાં સાવરકુંડલા અને રાજુલા પંથકમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો. સાવરકુંડલાના વીજપડી તેમજ રાજુલાના ખારી, ખેરાળી, બર્બટાણા સહિતના ગામોમાં સારા વરસાદથી રસ્તાઓ અને ખેતરો પાણીથી છલકાઈ ઉઠ્યા હતા. વીજપડી, મોદા અને બાઢડા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદને પગલે સ્થાનિક નદીઓમાં સિઝનનું પ્રથમ નવાં નીર આવ્યું હતું. લાંબી રાહ બાદ વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોના ચહેરા પર ખુશી જોવા મળી હતી. કેટલીક જગ્યાએ વાવણીલાયક વરસાદ નોંધાતા ખેડૂતો હવે ખેતીની કામગીરી શરૂ કરવાની તૈયારીમાં લાગી ગયા છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande