આજથી ગીર સોમનાથ જિલ્લામાં ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ
-શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજા ગીર ગઢડા તાલુકાના જામવાળાની પે સેન્ટર શાળામાં બાળકોને પ્રવેશ કરાવશે ગીર સોમનાથ 23 જૂન (હિ.સ.) આજથી ગીર સોમનાથ જિલ્લામાં ત્રિ-દિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૬નો પ્રારંભ થશે. ‘પ્રગતિનો પ્રવેશો
આજથી ગીર સોમનાથ જિલ્લામાં ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ


-શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજા ગીર ગઢડા તાલુકાના જામવાળાની પે સેન્ટર શાળામાં બાળકોને પ્રવેશ કરાવશે

ગીર સોમનાથ 23 જૂન (હિ.સ.) આજથી ગીર સોમનાથ જિલ્લામાં ત્રિ-દિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૬નો પ્રારંભ થશે. ‘પ્રગતિનો પ્રવેશોત્સવ’ શાળા પ્રવેશોત્સવ અંતર્ગત પ્રથમ દિવસે શિક્ષણમંત્રી ડૉ.પ્રદ્યુમનભાઈ વાજા ગીર ગઢડા તાલુકાના જામવાળાની પે સેન્ટર શાળામાં બાળકોને પ્રવેશ કરાવશે.

ત્રિ-દિવસીય ચાલનારા ૨૪માં શાળા પ્રવેશોત્સવમાં પ્રથમ દિવસે શિક્ષણમંત્રી શ્રી ડૉ.પ્રદ્યુમનભાઈ વાજા જામવાડા પે સેન્ટર શાળા, કંસારિયા પ્રાથમિક શાળા અને સરસ્વતી માધ્યમિક શાળાના બાળકોને પ્રવેશ અપાવશે.

જામવાડાની માધ્યમિક શાળા ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં આંગણવાડી, બાલવાટિકા, ધોરણ-૧ તેમજ ધોરણ-૯ અને ૧૧ ના નવા પ્રવેશ મેળવતા બાળકોને શૈક્ષણિક કીટ આપીને આવકારવામાં આવશે અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.

જિલ્લાના ૬૦ જેટલા રૂટ પર શાળા પ્રવેશોત્સવ દરમિયાન સમગ્ર બાલવાટિકા અને ધોરણ-૧માં ૧૨,૦૦૦ વિદ્યાર્થીઓ, ધોરણ-૯ માં ૧૦, ૦૦૦ વિદ્યાર્થીઓ અને ધોરણ-૧૧ માં ૬,૦૦૦ થી અધિક વિદ્યાર્થીઓનું નામાંકન કરવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande