
સોમનાથ,23 જૂન (હિ.સ.) વેરાવળના ભીડીયા સંયુક્ત કોળી સમાજ દ્વારા 28 માં સમુહ લગ્નોત્સવનું આયોજન કરાયેલ જેમાં બે રાઉન્ડ મા કુલ 20 નવદંપતિઓ પ્રભુતામાં પગલા પડ્યાં છે. આ નવદંપતી ઓને આર્શીવાદ પાઠવવા દરેક સમાજના આગેવાનો, રાજકીય નેતાઓ, સંતો-મહંતો ઉપસ્થિત રહેલ
ભીડીયા સંયુક્ત કોળી સમાજના પટેલ જયંતીલાલ વરજાંગભાઈ સોલંકી, ઉપ પટેલ, કાંતિલાલ નરસિંહભાઈ સોલંકી, લક્ષ્મીકાન્ત
ભીખાભાઈ સોલંકી, બોટ એસો.ના પ્રમુખ પ્રતાપ ઉકરડાભાઈ ચાવડા, મત્સ્યોધોગ મંડળીના પ્રમુખ ગણેશ વિરાભાઈ સીકોતરીયા તેમજ આગેવાન ભાઈઓ સહીતના દ્વારા28 માં સમુહ લગ્નોત્સવનું આયોજન રામેશ્વર મહાદેવ મંદિર, ભીડીયા પ્લોટમા આયોજન કરવામાં આવેલ.હતુ આ નવદંપતી ઓને આર્શીવાદ પાઠવવા કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા,, સાંસદ રાજેશ ચુડાસમા, રાજ્યસભાના માનસિંહ ૫રમાર, , ધારાસભ્ય વિમલ ચુડાસમા (સોમનાથ), દેવા માલમ (કેશોદ), ભગવાનજી કરગઠીયા , તેમજ નગરપાલિકા ના ઉદય શાહ અને તેમની ટીમ, સોમનાથ કેરીનન એસોસિયેશન ના પ્રમુખ મીલન જોષી સહિત વેરાવળ પાટણ અને ગ્રામ્ય વિસ્તારોમાં થી આગેવાનો અને સામજ ના આગેવાનો એ હાજરી આપી નવદંપતી ને આશિર્વચન પાઠવ્યા હતા
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ