નર્મદા જિલ્લામાં ‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-2026 નો પ્રારંભ
- પ્રથમ દિવસે નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના ઉપસચિવ પ્રીતેશ ડિંડોરની ઉપસ્થિતિમાં કુલ - 289 નવનામાંકિત ભૂલકાંઓએ પ્રવેશ મેળવ્યો રાજપીપળા,23 જૂન (હિ.સ.) નર્મદા જિલ્લામાં શિક્ષણના વ્યાપ અને શત-પ્રતિશત નામાંકન માટે ત્રિ-દિવસીય કન
Girl Education Festival and School Entrance Festival-2026 begins in Narmada district


- પ્રથમ દિવસે નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના ઉપસચિવ પ્રીતેશ ડિંડોરની ઉપસ્થિતિમાં કુલ - 289 નવનામાંકિત ભૂલકાંઓએ પ્રવેશ મેળવ્યો

રાજપીપળા,23 જૂન (હિ.સ.) નર્મદા જિલ્લામાં શિક્ષણના વ્યાપ અને શત-પ્રતિશત નામાંકન માટે ત્રિ-દિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-2026 નો ભવ્ય શુભારંભ થયો છે.

આ પ્રવેશોત્સવના પ્રથમ દિવસે નર્મદા, વોટર રિસોર્સ અને વોટર સપ્લાય વિભાગના પ્રીતેશ ડિંડોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

તેમની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રીતેશ ડિંડોર દેડિયાપાડા તાલુકાના સામોટની પ્રાથમિક શાળા, સરકારી ઉત્તર માધ્યમિક શાળા અને ગિરિવર ઉત્તર બુનિયાદી વિદ્યાલય ખાતે આંગણવાડીના 27, બાલવાટિકાના 15, ધોરણ-1 ના 59, ધોરણ-9 ના 113 અને ધોરણ-11 ના 75 મળીને કુલ 289 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો.

આ પ્રસંગે પ્રીતેશ ડિંડોર સહિત ઉપસ્થિત મહાનુભાવો અને શિક્ષકો દ્વારા નવનામાંકિત ભૂલકાંઓને શૈક્ષણિક કીટ આપીને ભાવભર્યો શાળા પ્રવેશ કરાવ્યો હતો.

આ સાથે તમામ નવપ્રવેશી બાળકોને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande