
પોરબંદર, 23 જૂન (હિ.સ.) પશ્ચિમ રેલવે દ્વારા પોરબંદર યાર્ડના રિમોડેલિંગ કાર્ય અંતર્ગત ટ્રાફિક અને પાવર બ્લોક (TWO-56) લેવામાં આવનાર હોવાથી ભાવનગર મંડળમાંથી પસાર થતી અનેક ટ્રેનોના સંચાલનમાં અસ્થાયી ફેરફારો કરવામાં આવ્યા છે. આ કામગીરીને કારણે કેટલીક ટ્રેનો સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે, જ્યારે કેટલીક ટ્રેનોના રૂટ અને સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
23 જૂનથી 4 જુલાઈ 2026 દરમિયાન પોરબંદર-ભાણવડ અને પોરબંદર-કાનાલુસ વચ્ચે દોડતી છ પેસેન્જર ટ્રેનો સંપૂર્ણપણે રદ રહેશે. જેમાં ગાડી નંબર 59214 અને 59216 પોરબંદર-ભાણવડ, 59213 અને 59215 ભાણવડ-પોરબંદર તેમજ 59206 પોરબંદર-કાનાલુસ અને 59205 કાનાલુસ-પોરબંદરનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત 25 જૂનથી 4 જુલાઈ દરમિયાન ગાડી નંબર 19571 રાજકોટ-પોરબંદર, 19572 પોરબંદર-રાજકોટ, 59563 રાજકોટ-પોરબંદર અને 59564 પોરબંદર-રાજકોટ ટ્રેનો પણ સંપૂર્ણપણે રદ રહેશે.રિમોડેલિંગ કામગીરીને કારણે ગાડી નંબર 59557 પોરબંદર-ભાવનગર અને 59560 ભાવનગર-પોરબંદર ટ્રેનોને 30 જૂનથી 4 જુલાઈ દરમિયાન પોરબંદર-રાણાવાવ સેક્શન વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે.
આ ટ્રેનો રાણાવાવ સ્ટેશનથી જ શરૂ અને સમાપ્ત થશે. પરિણામે મુસાફરોને ભાવનગર-રાણાવાવ વચ્ચે જ ટ્રેન સેવા ઉપલબ્ધ રહેશે.તે જ સમયગાળા દરમિયાન ગાડી નંબર 59562 પોરબંદર-રાજકોટ પેસેન્જર ટ્રેન પોરબંદરથી તેના નિર્ધારિત સમય કરતાં એક કલાક મોડેથી ઉપડશે. જ્યારે ગાડી નંબર 19015 દાદર-પોરબંદર એક્સપ્રેસને રાજકોટ સ્ટેશન પર એક કલાક પાંચ મિનિટ સુધી રોકી રાખવામાં આવશે.રે
લવે પ્રશાસને મુસાફરોને મુસાફરી પહેલાં પોતાની ટ્રેનની સ્થિતિ અંગેની માહિતી રેલવે પૂછપરછ સેવા, NTES મોબાઈલ એપ અથવા રેલવેની સત્તાવાર વેબસાઈટ પરથી મેળવી લેવા અપીલ કરી છે. રેલવે દ્વારા મુસાફરોને થતી અસુવિધા બદલ ખેદ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya