મહેસાણામાં 30 જૂને રોજગાર ભરતીમેળો યોજાશે
મહેસાણા, 23 જૂન (હિ.સ.) મહેસાણા જિલ્લાના રોજગારવાંચ્છુ યુવાનોને ખાનગી ક્ષેત્રમાં રોજગારીની વધુ તકો ઉપલબ્ધ કરાવવા માટે રોજગાર કચેરી દ્વારા રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળો 30 જૂન 2026, મંગળવારના રોજ સવારે 09:30 કલાકે જીઆઇડીસ
મહેસાણામાં 30 જૂને રોજગાર ભરતીમેળો યોજાશે


મહેસાણા, 23 જૂન (હિ.સ.) મહેસાણા જિલ્લાના રોજગારવાંચ્છુ યુવાનોને ખાનગી ક્ષેત્રમાં રોજગારીની વધુ તકો ઉપલબ્ધ કરાવવા માટે રોજગાર કચેરી દ્વારા રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળો 30 જૂન 2026, મંગળવારના રોજ સવારે 09:30 કલાકે જીઆઇડીસી કોમ્યુનિટી હોલ, જીઆઇડીસી-1, પાણીની ટાંકી પાસે, મોઢેરા ચાર રસ્તા, મહેસાણા ખાતે યોજાશે.

રોજગાર અધિકારી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ભરતીમેળામાં ધોરણ 10 અને 12 પાસ, આઈટીઆઈ, ડિપ્લોમા તેમજ ગ્રેજ્યુએટ લાયકાત ધરાવતા ઉમેદવારોને ભાગ લેવાની તક મળશે. ઉમેદવારો માટે વયમર્યાદા 18 થી 35 વર્ષ નક્કી કરવામાં આવી છે.

ભરતીમેળામાં ખાનગી ક્ષેત્રની વિવિધ પ્રતિષ્ઠિત કંપનીઓ અને નોકરીદાતાઓ ભાગ લેશે. તેઓ સ્થળ પર જ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લઈને લાયક ઉમેદવારોની પસંદગી કરશે. જેના કારણે યુવાનોને સીધી રોજગારી મેળવવાની સોનેરી તક મળશે.

રોજગાર કચેરીએ રસ ધરાવતા ઉમેદવારોને પોતાના બાયોડેટાની જરૂરી નકલો, શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો તથા અન્ય જરૂરી દસ્તાવેજો સાથે નિયત સમય અને સ્થળે હાજર રહેવા અનુરોધ કર્યો છે. આ ભરતીમેળો જિલ્લાના બેરોજગાર યુવાનો માટે રોજગાર પ્રાપ્ત કરવાની મહત્વપૂર્ણ તક સાબિત થશે.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande