જોટાણા અને ખેરવા ખાતે પીએમ કિસાન ઉત્સવ દિવસ તથા મિલેટ મેળાની ઉજવણી
મહેસાણા, 23 જૂન (હિ.સ.) કેન્દ્ર સરકારની પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત પીએમ કિસાન ઉત્સવ દિવસ તથા મિલેટ મેળાની ઉજવણી મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકા તેમજ મહેસાણા તાલુકાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ખેરવા ખાતે કરવામાં આવી હતી. કાર્યક્રમમાં જનપ્રતિન
જોટાણા અને ખેરવા ખાતે પીએમ કિસાન ઉત્સવ દિવસ તથા મિલેટ મેળાની ઉજવણી


મહેસાણા, 23 જૂન (હિ.સ.) કેન્દ્ર સરકારની પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત પીએમ કિસાન ઉત્સવ દિવસ તથા મિલેટ મેળાની ઉજવણી મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકા તેમજ મહેસાણા તાલુકાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ખેરવા ખાતે કરવામાં આવી હતી. કાર્યક્રમમાં જનપ્રતિનિધિઓ, કૃષિ અધિકારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

જોટાણા ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી ખેડૂતોને હપ્તા વિતરણ અંગેની માહિતી આપવામાં આવી હતી. ખેડૂતોને સરકારની વિવિધ કૃષિલક્ષી યોજનાઓ, આધુનિક ખેતી પદ્ધતિઓ અને કૃષિ ક્ષેત્રે ઉપલબ્ધ સહાય અંગે માર્ગદર્શન પણ અપાયું હતું.

ખેરવા સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ખેડૂતોને બાજરી સહિતના પૌષ્ટિક મિલેટ પાકોના મહત્વ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. મિલેટના ઉત્પાદન, પોષણમૂલ્ય અને બજારની તકો અંગે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન ખેડૂતો અને કૃષિ નિષ્ણાતો વચ્ચે સંવાદ યોજાયો હતો, જેમાં ખેતી સંબંધિત પ્રશ્નોના નિરાકરણ માટે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ ખેડૂતોને નવી ટેકનોલોજી અને સરકારની યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો.આ કાર્યક્રમો દ્વારા ખેડૂતોમાં જાગૃતિ વધારવા તેમજ કૃષિ વિકાસને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande