
મહેસાણા, 23 જૂન (હિ.સ.) ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત બાવલુ પોલીસે ગુમ થયેલા ત્રણ એન્ડ્રોઇડ મોબાઇલ ફોન શોધી કાઢી તેમના મૂળ માલિકોને પરત આપીને પ્રશંસનીય કામગીરી કરી છે. મળેલા મોબાઇલ ફોનની કુલ કિંમત અંદાજે ₹45,000 હોવાનું જાણવા મળ્યું છે.
બાવલુ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.જી. બડવાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ અને ટેકનિકલ ટીમે CEMM પોર્ટલ, હ્યુમન સોર્સ અને ટેકનિકલ મદદના આધારે ગુમ થયેલા મોબાઇલ ફોન શોધી કાઢ્યા હતા. ત્યારબાદ મોબાઇલના મૂળ માલિકોને બોલાવી તેમને તેમના ફોન પરત સોંપવામાં આવ્યા હતા.
પરત અપાયેલા મોબાઇલોમાં મુકેશભાઈ પરમાનંદ શર્માનો ઓપો કંપનીનો ₹15,000 કિંમતનો મોબાઇલ, વિનોદકુમાર ભગવાનજી શર્માનો ₹17,000 કિંમતનો ઓપો મોબાઇલ તથા બ્રિજેશભાઈ રામેશ્વર શર્માનો ₹14,000 કિંમતનો વીવો મોબાઇલનો સમાવેશ થાય છે.
આ કામગીરીમાં PSI એસ.કે. જાડેજા, સ્ટાફના અન્ય કર્મચારીઓ તથા ટેકનિકલ એક્સપર્ટ હીના પટેલે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR