નુગર ગામે આરટીઓ દ્વારા માર્ગ સલામતી અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો
મહેસાણા, 23 જૂન (હિ.સ.) રોડ સેફ્ટી અભિયાન અંતર્ગત પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (આર.ટી.ઓ.), મહેસાણા દ્વારા નુગર ગામ ખાતે માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન રિક્ષાચાલકો, વાહનચાલકો તેમજ રાહદારીઓને ટ્રાફિક ન
નુગર ગામે આરટીઓ દ્વારા માર્ગ સલામતી અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો


મહેસાણા, 23 જૂન (હિ.સ.) રોડ સેફ્ટી અભિયાન અંતર્ગત પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (આર.ટી.ઓ.), મહેસાણા દ્વારા નુગર ગામ ખાતે માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન રિક્ષાચાલકો, વાહનચાલકો તેમજ રાહદારીઓને ટ્રાફિક નિયમો અને માર્ગ સુરક્ષા અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આર.ટી.ઓ.ની ટીમે ઉપસ્થિત લોકોને માર્ગ અકસ્માતો નિવારવા માટે ટ્રાફિક નિયમોનું પાલન કરવાની જરૂરિયાત સમજાવી હતી. વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવા, નિર્ધારિત ગતિમર્યાદાનું પાલન કરવા, મોબાઇલ ફોનનો ઉપયોગ ટાળવા તેમજ માર્ગ ચિહ્નોનું અનુસરણ કરવા અંગે માહિતી આપવામાં આવી હતી.

રિક્ષાચાલકોને વાહનના જરૂરી દસ્તાવેજો સાથે રાખવા, વાહનની નિયમિત તપાસ કરાવવા અને મુસાફરોની સુરક્ષાને પ્રાથમિકતા આપવા માટે પણ સૂચના આપવામાં આવી હતી. ઉપરાંત રાહદારીઓને રસ્તો ક્રોસ કરતી વખતે સાવચેતી રાખવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી હતી.

કાર્યક્રમના ભાગરૂપે માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાવતા માહિતીપ્રદ પેમ્ફલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આર.ટી.ઓ.ના અધિકારીઓએ જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો દ્વારા લોકોને ટ્રાફિક નિયમો પ્રત્યે વધુ જાગૃત બનાવી માર્ગ અકસ્માતોમાં ઘટાડો લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande