પ્રાકૃતિક ખેતી અને ટેરેસ ગાર્ડનથી સ્વસ્થ જીવનશૈલી તરફ આગળ વધવાનો સંદેશ
સુરત, 23 જૂન (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભારતીય જનતા પાર્ટી, સુરત મહાનગર દ્વારા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સુરત ખાતે “પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ”નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો હેતુ પ્રાકૃતિક ખેતીને
સુરત ખાતે “પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ”નું આયોજન


સુરત, 23 જૂન (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભારતીય જનતા પાર્ટી, સુરત મહાનગર દ્વારા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સુરત ખાતે “પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ”નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો હેતુ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાનો, ખેડૂતોને ટકાઉ કૃષિ પદ્ધતિઓથી અવગત કરવાનો તેમજ કિચન ગાર્ડન અને ટેરેસ ગાર્ડન દ્વારા આત્મનિર્ભરતા તરફ પ્રેરિત કરવાનો હતો.

પરિસંવાદમાં વરિષ્ઠ વૈજ્ઞાનિક અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારીના વડા ડૉ. સુમિત સાળુંખેએ પ્રાકૃતિક ખેતીના વધતા મહત્ત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ખેડૂતોને જીવામૃત, બીજામૃત, મલ્ચિંગ અને મિશ્ર પાક પદ્ધતિ જેવી પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવે છે. તેમણે જણાવ્યું કે જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ ઘટતાં પાકની ગુણવત્તા અને ઉત્પાદન પર અસર પડી રહી છે, જેના કારણે પ્રાકૃતિક ખેતી સમયની જરૂરિયાત બની છે.

ડૉ. સાળુંખેએ વધુમાં જણાવ્યું કે શાકભાજી અને ફળોમાં વધતા રાસાયણિક તત્ત્વોના ઉપયોગને કારણે આરોગ્ય સંબંધિત સમસ્યાઓમાં વધારો થઈ રહ્યો છે. તેથી પોતાના ઘરમાં કિચન ગાર્ડન અથવા ટેરેસ ગાર્ડન દ્વારા સ્વસ્થ અને રસાયણમુક્ત શાકભાજીનું ઉત્પાદન કરવું જરૂરી બન્યું છે.

ભાજપ સુરતના ઉપપ્રમુખ મુકેશ દેસાઈએ જણાવ્યું કે કેન્દ્ર સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની સાથે પ્રાકૃતિક ખેતીને પણ વિશેષ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. શહેર મંત્રી રોનક ધ્રુવે શહેરી વિસ્તારોમાં ટેરેસ ગાર્ડન અને કિચન ગાર્ડનની ઉપયોગિતા અંગે માહિતી આપી હતી.

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સુરતના વડા ડૉ. જનક રાઠોડે જણાવ્યું કે ટેરેસ ગાર્ડન અંગે ઓનલાઈન અને ઓફલાઈન તાલીમ કાર્યક્રમો દ્વારા હજારો લોકો જોડાઈ રહ્યા છે. સુરત શહેરમાં ટેરેસ ગાર્ડનનો વ્યાપ ઝડપથી વધી રહ્યો છે અને લોકો પોતાના ઘર પર જ પ્રાકૃતિક રીતે શાકભાજીનું ઉત્પાદન કરી રહ્યા છે.

કાર્યક્રમમાં શહેર ભાજપ ઉપપ્રમુખ મુકેશ દેસાઈ, શહેર મંત્રી રોનક ધ્રુવ, યુવા મોરચા પ્રમુખ બીપીન તળાવિયા, કિસાન મોરચાના મહામંત્રી અંકિત નાયક સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande