રાજ્યભરમાં 'શાળા પ્રવેશોત્સવ'પ્રારંભે, ગાંધીનગરમાં 28 રણશાળા બસનું લોકાર્પણ
ગાંધીનગર,23 જૂન (હિ.સ.) રાજ્યભરમાં ''શાળા પ્રવેશોત્સવ''પ્રારંભે ગાંધીનગરમાં 28 રણશાળા બસનું લોકાર્પણ કરવામાં આવ્યું. રાજ્યભરમાં ''શાળા પ્રવેશોત્સવ''નો પ્રારંભ થયો છે ત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ્હસ્તે ગાંધીનગરના પથિકાશ્રમ એ
28 Ranshala buses inaugurated in Gandhinagar


28 Ranshala buses inaugurated in Gandhinagar


ગાંધીનગર,23 જૂન (હિ.સ.) રાજ્યભરમાં 'શાળા પ્રવેશોત્સવ'પ્રારંભે ગાંધીનગરમાં 28 રણશાળા બસનું લોકાર્પણ કરવામાં આવ્યું.

રાજ્યભરમાં 'શાળા પ્રવેશોત્સવ'નો પ્રારંભ થયો છે ત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ્હસ્તે ગાંધીનગરના પથિકાશ્રમ એસ.ટી. ડેપો ખાતેથી 28 રણશાળા બસનું લોકાર્પણ કરાયું.

અગરિયા સમુદાયના બાળકોના શિક્ષણ માટે ગુજરાત સરકારની અનોખી પહેલ સમાન ‘સ્કૂલ ઓન વ્હીલ્સ’ રણશાળા પ્રોજેક્ટનો પ્રારંભ; સુરેન્દ્રનગર, પાટણ, કચ્છ, મોરબી જિલ્લાના અગરિયાઓના બાળકોના શિક્ષણ માટે આ રણશાળા કાર્યરત થશે...

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જનવ્યું કે રણશાળા ખૂબ જ યુનિક મોડલ છે.

રણની અંદર જે પરિવાર અગરિયા તરીકે કામ કરી રહ્યા છે તેઓના બાળકોને ભણવા માટે ક્યાંક દૂર જવું ન પડે તે માટે પ્રત્યેક બાળકોને આ બસમાં ક્લાસ થકી આવનારા દિવસોમાં ભણતર અપાશે. આગામી સમયમાં પણ આ પ્રકારની વધુ બસો શિક્ષણ આપવાના હેતુથી તૈયાર કરાશે જેથી છેવાડાના એકપણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande