
પાટણ, 23 જૂન (હિ.સ.) ગુજરાતભરમાં શરૂ થયેલા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત પાટણના પીતાંબર તળાવ વિસ્તારમાં આવેલી સરકારી બુનીયાદી મિશ્ર પ્રયોગશાળા ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની અધ્યક્ષતા ગાંધીનગરથી પધારેલા અધિક સચિવ મનીષ ડી. શાહે કરી હતી.
આ પ્રસંગે બાલવાટિકા, આંગણવાડી અને ધોરણ-1ના કુલ 19 બાળકોને શાળામાં પ્રવેશ અપાયો હતો. નવપ્રવેશી બાળકોનું ઉષ્માભેર સ્વાગત કરી તેમને ચોપડા, નોટબુક અને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં સ્થાનિક નગરસેવકો, સામાજિક અગ્રણીઓ, દાતાઓ અને શાળાના શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શૈક્ષણિક મહોત્સવના ભાગરૂપે શાળા પરિસરમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ