છોટાઉદેપુર જિલ્લામાં શાળા પ્રવેશોત્સવનો ઉત્સાહભેર પ્રારંભ: સાંસદ મુકેશ રાઠવાની ઉપસ્થિતિમાં 19 બાળકોએ શાળામાં પ્રવેશ કર્યો
છોટાઉદેપુર, 23 જૂન (હિ.સ.) ગુજરાત રાજ્યમાં શિક્ષણના સ્તરને ઊંચું લાવવા અને સો ટકા નામાંકન સુનિશ્ચિત કરવા માટે આજથી ત્રણ દિવસીય ‘શાળા પ્રવેશોત્સવ’નો ભવ્ય પ્રારંભ થઈ ચૂક્યો છે. આ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં આવેલા ડુંગરગામ ખાતે એક વ
પ્રવેશોત્સવ


પ્રવેશોત્સવ


પ્રવેશોત્સવ


છોટાઉદેપુર, 23 જૂન (હિ.સ.) ગુજરાત રાજ્યમાં શિક્ષણના સ્તરને ઊંચું લાવવા અને સો ટકા નામાંકન સુનિશ્ચિત કરવા માટે આજથી ત્રણ દિવસીય ‘શાળા પ્રવેશોત્સવ’નો ભવ્ય પ્રારંભ થઈ ચૂક્યો છે. આ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં આવેલા ડુંગરગામ ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યસભાના નવનિર્વાચિત સાંસદ મુકેશ રાઠવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના વરદ હસ્તે આંગણવાડી અને પ્રાથમિક શાળાના પહેલા ધોરણમાં કુલ 19 જેટલા ભૂલકાઓને ઉત્સાહભેર પ્રવેશ કરાવ્યો હતો.

બાળકોને શૈક્ષણિક કીટ આપી પ્રોત્સાહિત કરાયાશાળાના પ્રથમ દિવસે જ્ઞાનના મંદિરમાં પગ મૂકતા જ બાળકોનો ઉત્સાહ બેવડાઈ જાય તે માટે વહીવટી તંત્ર અને શાળા પરિવાર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. પ્રવેશ મેળવનાર તમામ ૧૯ બાળકોને આકર્ષક સ્કૂલ યુનિફોર્મ, નવું નકોર દફતર (સ્કૂલ બેગ), શૈક્ષણિક સામગ્રી અને મોં મીઠું કરાવવા માટે ચોકલેટો આપવામાં આવી હતી. નવું દફતર અને યુનિફોર્મ મેળવીને બાળકોના ચહેરા પર એક અનોખી ખુશી અને ચમક જોવા મળી હતી.

આ આયોજન પાછળનો મુખ્ય હેતુ બાળકોને શિક્ષણ તરફ આકર્ષિત કરવાનો છે.ડ્રોપઆઉટ રેશિયો ઘટ્યો અને શિક્ષણનું સ્તર સુધર્યું: સાંસદઆ પ્રસંગે ઉપસ્થિત જનમેદની અને વાલીઓને સંબોધતા સાંસદ મુકેશ રાઠવાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના સઘન પ્રયાસો અને દર વર્ષે યોજાતા શાળા પ્રવેશોત્સવના કારણે ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણ પ્રત્યે મોટી જાગૃતિ આવી છે. આ અભિયાનને લીધે જ શાળા છોડી દેનારા બાળકોની સંખ્યા એટલે કે ડ્રોપઆઉટ રેશિયોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને સામે પક્ષે શિક્ષણનું સ્તર સતત ઊંચું આવી રહ્યું છે.

છોટાઉદેપુર શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર બનશેસાંસદ મુકેશ રાઠવાએ આદિવાસી બહુલ ધરાવતા આ વિસ્તારના ઉજ્જવળ ભવિષ્ય અંગે ભારે આશાવાદ વ્યક્ત કર્યો હતો. તેમણે ઉમેર્યું કે, વાલીઓ હવે શિક્ષણનું મહત્વ સમજતા થયા છે અને પોતાના બાળકોને નિયમિત શાળાએ મોકલી રહ્યા છે. સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને શિક્ષકોની મહેનતના જોરે આવનારા સમયમાં છોટાઉદેપુર જિલ્લો સમગ્ર રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે મોખરાનું સ્થાન મેળવશે અને અગ્રેસર રહેશે. આ કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો, કેળવણીકારો, શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande