
ભાવનગર, 23 જૂન (હિ.સ.) આજના સમયમાં મહિલાઓ માત્ર ઘરગથ્થુ જવાબદારીઓ પૂરતી સીમિત રહી નથી, પરંતુ વિવિધ વ્યવસાયોમાં આગળ વધી આત્મનિર્ભર બની રહ્યા છે.ખાસ કરીને સખી મંડળ સાથે જોડાઈને મહિલાઓ હેન્ડીક્રાફ્ટ, સીવણકામ, ભરતકામ, ઘરગથ્થુ ખાદ્ય વસ્તુઓનું ઉત્પાદન, અગરબત્તી બનાવટ, પેપર બેગ અને અન્ય નાના-મોટા વ્યવસાયો શરૂ કરી રહી છે.હેન્ડીક્રાફ્ટ જેવી કલાત્મક વસ્તુઓ તૈયાર કરીને મહિલાઓ સ્થાનિક બજાર ઉપરાંત ઓનલાઈન પ્લેટફોર્મ મારફતે પણ વેચાણ કરી રહી છે. જેના કારણે તેમની આવકમાં વધારો થયો છે અને પરિવારની આર્થિક સ્થિતિ વધુ મજબૂત બની રહી છે.
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ભાદ્રોડ ગામે રહેતા ભીલ લીલાબેન વિઠ્ઠલભાઈ જેવો છેલ્લા બે વર્ષથી સખી મંડળ સાથે જોડાયેલા છે અગાઉ પોતે ઘર કામ અને ખેતી કામ કરતા પરંતુ મંડળ સાથે જોડાયા બાદ પોતાની પાસે રહેલ હસ્તકલા નો ઉપયોગ કરી હેન્ડીક્રાફ્ટની અલગ અલગ વસ્તુઓ તૈયાર કરી વેચાણ કરી રહ્યા છે શરૂઆતમાં 500 રૂપિયાથી લઈને હજાર રૂપિયા સુધીનું વેચાણ થતું હતું પરંતુ આજે મહિને 25000 રૂપિયા સુધીની આવક પોતે આ વ્યવસાય થકી મેળવી આત્મ નિર્ભર બન્યા છે.
આ અંગે ભીલ લીલાબેન વિઠ્ઠલભાઈએ જણાવ્યું કે હું ભરત ગુંથણ વગેરે કામ છેલ્લા ઘણા વર્ષોથી કરતી હતી પરંતુ તે ફક્ત મારા ઘર માટે જ અલગ અલગ વસ્તુઓ તૈયાર કરતી હતી હું હાલ ઘરકામ અને ખેતી કરી રહી છું પરંતુ છેલ્લા બે વર્ષથી સખીમંડળ સાથે જોડાય છું અને મારા આ વ્યવસાયને મેં વ્યાપક બનાવ્યો છે. શરૂઆતમાં મંડળમાં જ્યારે જોડાય ત્યારે બે થી ત્રણ જેટલી પ્રોડક્ટ તૈયાર કરતી હતી પરંતુ જેમ જેમ લોકોની માંગ વધતીતી ગઈ તેમ તેમ હું વસ્તુઓ વધારતી ગઈ અને આજે 15 જેટલી ગુંથણ કામ કરીને વસ્તુઓ તૈયાર કરું છું.
દોરીનો ઉપયોગ કરીને નાના, મોટા ઝુલા, ઘર સુશોભનમાં વપરાતી અલગ અલગ વસ્તુઓ, રૂમાલ, ખાસ ગૂંથણ કામ કરીને ગણપતિ બનાવું છું તેની ખૂબ માંગ રહેલી છે. સ્થાનિક બજારોમાં પણ તેનું વેચાણ કરું છું સાથે સાથે લોકો મને ફોન મારફતે ઓર્ડર કરે તે મુજબની વસ્તુઓ તૈયાર કરી આપું છું અને સુરત જેવા મોટા શહેરો સુધી પણ આ વસ્તુઓનું વેચાણ કરીને મહિને ઘરકામની સાથે સાથે 25000 રૂપિયા સુધીની આવક મેળવી પરિવારજનોને આર્થિક રીતે મદદરૂપ બની રહી છું.
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA