મહુવા માર્કેટિંગ યાર્ડમાં ભીમ અગિયારસ અને મહોરમ નિમિત્તે બે દિવસ રજા જાહેર
ભાવનગર, 23 જૂન (હિ.સ.) ભાવનગર જિલ્લાના મહુવા કૃષિ ઉપજ બજાર સમિતિ (માર્કેટિંગ યાર્ડ) દ્વારા ભીમ અગિયારસ અને મહોરમના તહેવારોને અનુલક્ષીને બે દિવસ માટે રજા જાહેર કરવામાં આવી છે. સમિતિ દ્વારા જાહેર કરાયેલા નિર્ણય મુજબ 25 જૂન, ગુરુવારના રોજ ભીમ અગિય
યાર્ડ ફાઈલ ફોટો


ભાવનગર, 23 જૂન (હિ.સ.) ભાવનગર જિલ્લાના મહુવા કૃષિ ઉપજ બજાર સમિતિ (માર્કેટિંગ યાર્ડ) દ્વારા ભીમ અગિયારસ અને મહોરમના તહેવારોને અનુલક્ષીને બે દિવસ માટે રજા જાહેર કરવામાં આવી છે. સમિતિ દ્વારા જાહેર કરાયેલા નિર્ણય મુજબ 25 જૂન, ગુરુવારના રોજ ભીમ અગિયારસ તેમજ 26 જૂન, શુક્રવારના રોજ મહોરમના તહેવાર નિમિત્તે માર્કેટિંગ યાર્ડમાં તમામ પ્રકારની હરાજી અને ખરીદી-વેચાણનું કામકાજ સંપૂર્ણપણે બંધ રહેશે.

મહુવા માર્કેટિંગ યાર્ડમાં દરરોજ મોટી સંખ્યામાં ખેડૂતો પોતાની કૃષિ ઉપજ વેચાણ માટે લાવતા હોય છે. શાકભાજી, અનાજ, કઠોળ, તેલીબિયાં સહિતની વિવિધ જણસીઓની હરાજી અહીં યોજાતી હોય છે. જોકે તહેવારોને ધ્યાનમાં રાખીને યાર્ડ તંત્ર દ્વારા બે દિવસ માટે કામગીરી સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

યાર્ડ સત્તાધીશોએ ખેડૂતો, વેપારીઓ, કમિશન એજન્ટો તેમજ ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને અગાઉથી જાણ કરી છે જેથી તેઓ પોતાની કામગીરી અને માલની આવક-જાવકનું આયોજન યોગ્ય રીતે કરી શકે.

રજાના દિવસોમાં કોઈપણ પ્રકારની હરાજી, ખરીદી કે વેચાણની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે નહીં.માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતોને ખાસ અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાની ઉપજ યાર્ડમાં લાવતા પહેલાં જાહેર કરાયેલ રજાની તારીખોને ધ્યાનમાં રાખે અને અનાવશ્યક અવરજવર ટાળે. આ નિર્ણયથી યાર્ડમાં ભીડભાડ અને વ્યવસ્થાની સમસ્યાઓ ઊભી ન થાય તેવો હેતુ પણ રહેલો છે.

તહેવારોની ઉજવણીને અનુરૂપ જાહેર કરાયેલી આ રજાને વેપારી વર્ગ અને ખેડૂતો દ્વારા પણ સ્વાગત કરવામાં આવ્યું છે. બે દિવસની રજા પૂર્ણ થયા બાદ મહુવા માર્કેટિંગ યાર્ડમાં નિયમિત ધોરણે હરાજી અને અન્ય તમામ કામકાજ ફરી શરૂ કરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande