અયોધ્યા મામલે એસઆઈટીએ રાજ્ય સરકારને સોંપ્યો અહેવાલ
લખનૌ, નવી દિલ્હી, 23 જૂન (હિ.સ.) અયોધ્યાના શ્રીરામ જન્મભૂમિ મંદિરના ચઢાવામાં થયેલી કથિત અનિયમિતતાની તપાસ માટે રચાયેલી વિશેષ તપાસ ટીમ (એસઆઈટી)એ પોતાનો પ્રારંભિક તપાસ અહેવાલ મંગળવારે ઉત્તર પ્રદેશ સરકારને સોંપી દીધો. એસઆઈટીના સભ્યોએ અપર મુખ્ય સચિવ (ગૃ
એસઆઈટીના સભ્યોએ અપર મુખ્ય સચિવ (ગૃહ) સંજય પ્રસાદને અહેવાલ સોંપ્યો


લખનૌ, નવી દિલ્હી, 23 જૂન (હિ.સ.) અયોધ્યાના શ્રીરામ જન્મભૂમિ મંદિરના ચઢાવામાં થયેલી કથિત અનિયમિતતાની તપાસ માટે રચાયેલી વિશેષ તપાસ ટીમ (એસઆઈટી)એ પોતાનો પ્રારંભિક તપાસ અહેવાલ મંગળવારે ઉત્તર પ્રદેશ સરકારને સોંપી દીધો. એસઆઈટીના સભ્યોએ અપર મુખ્ય સચિવ (ગૃહ) સંજય પ્રસાદને આ અહેવાલ સોંપ્યો.

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અનુરોધ પર રાજ્ય સરકારે 13 જૂને ત્રણ સભ્યોની એસઆઈટીની રચના કરી હતી. ટ્રસ્ટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને એસઆઈટી રચીને કથિત અનિયમિતતા સંબંધિત આરોપોની તપાસ કરવાની માગ કરી હતી.

એસઆઈટીમાં લખનૌના મંડલાયુક્ત વિજય વિશ્વાસ પંત, આઈજી રેન્જ કિરણ એસ અને વિશેષ સચિવ (વિત્ત) નીલ રતનને સામેલ કરવામાં આવ્યા હતા. વિજય વી. પંત અને કિરણ એસે પ્રારંભિક અહેવાલ સોંપ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / દિલીપ શુક્લા / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande