બારડોલી તાલુકાના ઉવા અને કાપલિયા ગામની પ્રાથમિક શાળાના બાળકોને રમતગમત રાજ્યમંત્રી ડો.જયરામ ગામીતે મોં મીઠું કરાવી શાળાપ્રવેશ કરાવ્યો
સુરત, 23 જૂન (હિ.સ.) .23 થી 25 જૂન દરમિયાન રાજ્યવ્યાપી ત્રિદિવસીય ''શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ''ના શુભારંભ અંતર્ગત મતગમત, યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના રાજ્યમંત્રી ડો.જયરામ ગામીતે બારડોલી તાલુકાના ઉવા અને કાપલિયા ગા
બારડોલી તાલુકાના ઉવા અને કાપલિયા ગામની પ્રાથમિક શાળાના બાળકોને રમતગમત રાજ્યમંત્રી ડો.જયરામ ગામીતે મોં મીઠું કરાવી શાળાપ્રવેશ કરાવ્યો


સુરત, 23 જૂન (હિ.સ.) .23 થી 25 જૂન દરમિયાન રાજ્યવ્યાપી ત્રિદિવસીય 'શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ'ના શુભારંભ અંતર્ગત મતગમત, યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના રાજ્યમંત્રી ડો.જયરામ ગામીતે બારડોલી તાલુકાના ઉવા અને કાપલિયા ગામની પ્રાથમિક શાળામાં બાલવાટિકાના 14 વિદ્યાર્થીઓને શાળાપ્રવેશ કરાવ્યો હતો. ઉવા ગામના 9 અને કાપલિયાના 5 બાળકોને કુમકુમ તિલક કરી ચોકલેટથી મોં મીઠું કરાવી નામાંકન કરાવ્યું હતું.

ઉવા સરસ્વતી મંદિર પ્રા. શાળામાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપતા મંત્રી ડો.જયરામભાઈએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પર વધુ ભાર આપી બાળકોના ભવિષ્યનો પાયો મજબૂત બનાવી રહી છે. આજના ભૂલકાઓ ભાગ્યશાળી છે કે તેમને મુખ્યમંત્રી, મંત્રીમંડળ અને ઉચ્ચ અધિકારીઓ ગામે ગામ જઈને વાજતે ગાજતે શાળામાં પ્રવેશ કરાવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં ગુજરાતમાં શરૂ કરેલી શાળા પ્રવેશોત્સવની પરંપરાને રાજ્ય સરકારે પણ જાળવી રાખી વેગવંતી બનાવી છે.

ભૂલકાઓ સાથે ભાવનાત્મક સંવાદ સાધી વનમંત્રીએ ભાર વગરના ભણતર માટે પ્રોત્સાહિત કર્યા હતા. શિક્ષકોએ બાળક નિયમિત શાળાએ આવે, શિસ્ત અને સમયપાલનના પાઠ શીખે, નિયમિત હોમવર્ક કરે અને ભાવિ કારકિર્દીનો પાયો મજબૂત બને એવા પ્રયાસો કરવા અનુરોધ કર્યો હતો. મંત્રીએ વિદ્યાર્થીઓને શિસ્ત, ઉર્જા અને ગંભીરતા સાથે શિક્ષણ મેળવી માતાપિતાના સપના સાકાર કરવા અને ગામ, રાજ્ય, દેશની પ્રગતિમાં યોગદાન આપવા આહ્વાન કર્યું હતું.

આ પ્રસંગે મંત્રી અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શાળાના ભૂલકાઓને સ્કુલબેગ, નોટબુક સહિતની શૈક્ષણિક કીટ આપી આવકારવામાં આવ્યા હતા.

તેમણે શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. શાળાની વિદ્યાર્થિનીઓએ વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. મંત્રી અને મહાનુભાવોનું પુસ્તક આપી સ્વાગત કરાયું હતું.

આ પ્રસંગે મદદનીશ કમિશનર (TSP માંડવી) કે.એમ. સિંધવ, નાયબ જિલ્લા શિક્ષણ અધિકારી આશા ચૌધરી, અગ્રણી જિતેન્દ્રસિંહ વાંસિયા, સરપંચ વિજયભાઈ, તા.પ્રા. શિક્ષણ અધિકારી ભાવેશ પટેલ, નારાયણ ટ્રસ્ટના અધ્યક્ષ હરીશભાઈ, ઉવા પ્રા. શાળા આચાર્ય સ્નેહા મૈસૂરિયા, કાપલિયા પ્રા. શાળા આચાર્ય ઈશ્વરલાલ પરમાર, શિક્ષકો, વાલીઓ-ગ્રામજનો અને પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande