યુસુફખાન પઠાણ હત્યા કેસ: હથિયાર સંતાડનાર આરોપીના જામીન નામંજૂર
પાટણ, 23 જૂન (હિ.સ.) પાટણમાં ત્રણ મહિના અગાઉ નીલમ સિનેમા નજીક થયેલા યુસુફખાન પઠાણ હત્યા કેસમાં ગુનામાં વપરાયેલ હથિયાર સંતાડવાના આરોપી મોસિમખાન હૈદરખાન પઠાણની નિયમિત જામીન અરજી સેશન્સ કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી છે. આ કેસમાં હિસ્ટ્રીશીટર ઝહીર
યુસુફખાન પઠાણ હત્યા કેસ: હથિયાર સંતાડનાર આરોપીના જામીન નામંજૂર


પાટણ, 23 જૂન (હિ.સ.)

પાટણમાં ત્રણ મહિના અગાઉ નીલમ સિનેમા નજીક થયેલા યુસુફખાન પઠાણ હત્યા કેસમાં ગુનામાં વપરાયેલ હથિયાર સંતાડવાના આરોપી મોસિમખાન હૈદરખાન પઠાણની નિયમિત જામીન અરજી સેશન્સ કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી છે.

આ કેસમાં હિસ્ટ્રીશીટર ઝહીરખાન ઉર્ફે ખોખરાએ રિવોલ્વરથી ફાયરિંગ કરી યુસુફખાનની હત્યા કરી હતી. ત્યારબાદ હત્યામાં વપરાયેલ પિસ્તોલ પોતાની પાસે છુપાવી રાખવાના આરોપસર મોસિમખાનની ધરપકડ કરવામાં આવી હતી.

સરકાર પક્ષે કોર્ટમાં રજૂઆત કરી હતી કે આ પૂર્વયોજિત કાવતરાનો ગંભીર ગુનો છે. આરોપીએ પૈસા લઈને હત્યામાં વપરાયેલ હથિયાર સંતાડ્યું હતું અને તેને ફરીથી પરત આપવાની પણ યોજના હતી.

બચાવ પક્ષે દલીલ કરી હતી કે તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને ચાર્જશીટ દાખલ થઈ ચૂકી હોવાથી જામીન આપવા જોઈએ. તેમજ અન્ય એક સહ-આરોપીને જામીન મળ્યા હોવાનો મુદ્દો પણ રજૂ કરવામાં આવ્યો હતો.

સેશન્સ જજ પી.એચ. શેઠે કેસના પુરાવા અને પોલીસ રેકોર્ડને ધ્યાનમાં લઈને જણાવ્યું કે હથિયારની રિકવરી આરોપી પાસેથી થઈ છે અને તેની ભૂમિકા ગંભીર છે. તેથી જામીન અરજી નામંજૂર કરવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande