
સુરત, 23 જૂન (હિ.સ.): શહેરનાં અશ્વિનીકુમાર વિસ્તારમાં રહેતી અને સિલાઈ કામ કરતી 35 વર્ષીય વિધવાનો ધંધાકીય અર્થે પરિચયમાં આવેલા વેપારીએ એકલતાનો લાભ ઉઠાવી પ્રેમજાળમાં ફસાવી હતી અને લગ્ન કરવાની લાલચ આપી શારીરીક શોષણ કરવાની સાથે મારમારી ટુકડે - ટુકડે કરી ચાર લાખ રૂપિયા પણ પડાવ્યા હતા. બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી વેપારીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ અશ્વિનીકુમાર વિસ્તારમાં રહેતા બે સંતાનની 35 વર્ષીય માતા સિલાઈ કામ કરે છે. આ દરમિયાન તેમનો માર્કેટમાં કમિશન ઉપર કાપડ લે વેચનો ધંધો કરતા રમેશ ઘુસાભાઈ સાંખટ (રહે, પરિમલ સોસાયટી, લંબે હનુમાન રોડ, કાપોદ્રા)ના સંપર્કમાં આવ્યા બાદ મિત્રતા થઈ હતી. આ દરમિયાન રમેશ સાંખટે મહિલાનો ઘરમાં એકલતાનો લાભ ઉઠાવી બળાત્કાર કર્યો હતો. ત્યારબાદ મહિલાને તેની સાથે લગ્ન કરવાની લાલચ આપી અલગ અલગ જગ્યાએ લઈ જઈ તેનું શારીરીક શોષણ કર્યું હતું. આ ઉપરાંત રમેશ સાંખટે મહિલાને મારમાર્યો હતો તેમજ કોઈના કોઈ બહાને ટુકડે ટુકડે કરી ચાર લાખ જેટલી રકમ પણ પડાવી લીધી હતી. બનાવ અંગે અશ્વિનીકુમાર પોલીસે મહિલાની ફરિયાદ લઈ રમેશ સાંખટ સામે ગુનો નોîધી તેની ધરપકડ કરી આગળનીï તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે