દાહોદ જિલ્લામાં પ્રગતિનો પ્રવેશ ઉત્સવ થીમ સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ એ બાળકોને કરાવ્યો પ્રવેશ
દાહોદ, 24 જૂન (હિ.સ.) દાહોદ જિલ્લામાં પણ પ્રગતીનો પ્રવેશઉત્સવ ની થીમ અને કન્યા કેળવણી મહોત્સવ -2026 ના પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ એ આજે દાહોદ જિલ્લામાં બાળકોને કરાવ્યો શાળાપ્રવેશ દાહોદ જિલ્લામાં 23 થી 25 જૂન, દરમ્યાન કન્યા કેળવણ
Bhupendra patel at Dahod shala pravesh utsav


દાહોદ, 24 જૂન (હિ.સ.) દાહોદ જિલ્લામાં પણ પ્રગતીનો પ્રવેશઉત્સવ ની થીમ અને કન્યા કેળવણી મહોત્સવ -2026 ના પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ એ આજે દાહોદ જિલ્લામાં બાળકોને કરાવ્યો શાળાપ્રવેશ

દાહોદ જિલ્લામાં 23 થી 25 જૂન, દરમ્યાન કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાઈ રહ્યો છે ત્યારેરાજ્યની શાળાઓમાં કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા તેમજ શાળાઓમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટે તે માટે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 2003 થી તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ રૂપે શરૂ કરેલ કાર્યક્રમ આજે વટવૃક્ષ બની બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે પથદર્શક બન્યું છે, જેના પરીણામ સ્વરૂપ દાહોદ જિલ્લામાં પણ શિક્ષણની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થયો છે.

આ વર્ષના શાળા પ્રવેશોત્સવ દરમ્યાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મોટી ખરજના રાહ ડુંગરી ગામની પ્રાથમિક શાળા તેમજ ગરબાડા તાલુકાની ગાંગરડા ગામની પ્રાથમિક શાળા ખાતે ઉપસ્થિત રહીને નવીન પ્રવેશ મેળવનાર બાળકોને પ્રવેશ અપાવી પ્રોત્સાહિત કર્યા હતા અને મુખ્ય મંત્રી એ વરગોની મુલાકાત પણ લીધી હતી અને વાલીઓ સાથે પણ બેઠક કરી હતી તથા તેજસ્વી તારલાઓ અને ખાસ કરીને રગબી જેવી રમતમાં નેશનલ સુધી પહોંચેલી ત્રણ વિધાર્થીઓને પણ સન્માનિત કરી હતી જેમાં આંગણવાડી, બાલવાટિકા, ધોરણ-૦1 , ધોરણ-૦9 અને ધોરણ 11 ના મળીને કુલ

1,57,948 જેટલા બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો આ કાર્યક્રમમાં ધારાસભ્યો, પદાધિકારીઓ અને અધિકારીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

હિન્દુસ્થાન સમાચાર / Nehal Shah


 rajesh pande