
- 4.60 લાખના મુદ્દામાલ સાથે બે આરોપી ઝડપાયા
અમદાવાદ, 24 જૂન (હિ.સ.) : અમદાવાદ જિલ્લામાં ધોલેરા પોલીસે જેટકોની 400 કે.વી. ટ્રાન્સમિશન વીજ લાઇન વાયર ચોરીનો ભેદ ઉકેલ્યો
પોલીસે ગોગલા ગામ નજીક જેટકોની 400 કે.વી. ટ્રાન્સમિશન વીજ લાઇનમાંથી એલ્યુમિનિયમ કંડકટર વાયર ચોરીનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને ઝડપી પાડી, તેમની પાસેથી આશરે 4.60 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
ધોલેરા પોલીસ સ્ટેશનના પી.આઈ. એસ.સી.શર્માના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફની વિવિધ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ અને ઘનશ્યામસિંહ દાદુભાએ આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
પકડાયેલા આરોપીઓમાં ગોગલા ગામના વિજયકુમાર મુકેશભાઈ ઝાપડિયા અને ઘનશ્યામ ખોડાભાઈ ઝાપડિયાનો સમાવેશ થાય છે.
પોલીસે આરોપીઓ પાસેથી કુલ 4.60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં ₹1.50 લાખ કિમંત ના 250 મીટર એલ્યુમિનિયમ કંડકટર વાયર , બોલેરો વાહન અને બે એન્ડ્રોઇડ મોબાઇલ ફોન
નો સમાવેશ થાય છે.ધોલેરા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર પ્રકરણમાં વધુ તપાસ ધોલેરા પોલીસ દ્વારા ચાલી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ