સુરત રેલવે સ્ટેશન પરથી 2 કિલો કોકેઇન જપ્ત: DRIએ 10 કરોડના ડ્રગ્સ સાથે મુસાફરની કરી ધરપકડ
સુરત, 26 જૂન (હિ.સ.) : ડીરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)ની સુરત ટીમે ગુપ્ત માહિતીના આધારે તેજસ રાજધાની એક્સપ્રેસમાં સફળ કાર્યવાહી કરીને અંદાજે 2 કિલોગ્રામ શુદ્ધ કોકેઇનનો જથ્થો જપ્ત કર્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગ્સની કિંમત આશરે ₹10 કર
Surat


સુરત, 26 જૂન (હિ.સ.) : ડીરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)ની સુરત ટીમે ગુપ્ત માહિતીના આધારે તેજસ રાજધાની એક્સપ્રેસમાં સફળ કાર્યવાહી કરીને અંદાજે 2 કિલોગ્રામ શુદ્ધ કોકેઇનનો જથ્થો જપ્ત કર્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગ્સની કિંમત આશરે ₹10 કરોડ હોવાનું માનવામાં આવે છે. કાર્યવાહી દરમિયાન 39 વર્ષીય ફેઝલ અહમદ નામના મુસાફરને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો અને બાદમાં તેને સુરતની ચીફ મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, જ્યાં કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી દિલ્હીથી મુંબઈ સુધી ડ્રગ્સ પહોંચાડવા માટે માત્ર કેરિયર તરીકે કામ કરી રહ્યો હતો. DRI હવે તપાસ કરી રહી છે કે આ કોકેઇન તેને કોના દ્વારા આપવામાં આવ્યું હતું અને મુંબઈમાં તેનો જથ્થો કોને સોંપવાનો હતો. આ સમગ્ર કડી સુધી પહોંચવા અધિકારીઓ આરોપીની સઘન પૂછપરછ કરી રહ્યા છે.

તપાસ એજન્સીઓનું માનવું છે કે આ માત્ર એક વ્યક્તિનો ગુનો નહીં પરંતુ મોટા આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્કનો ભાગ હોઈ શકે છે. આરોપી સામે NDPS Act હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને હવે તપાસનો વ્યાપ અન્ય રાજ્યો સુધી વિસ્તરી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અધિકારીઓને આશા છે કે આ તપાસ દરમિયાન ડ્રગ્સ રેકેટ સાથે સંકળાયેલા અન્ય મહત્વના લોકો સુધી પણ પહોંચવામાં સફળતા મળશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande