મુંદ્રા ડ્રગ્સ મામલે ઇડી ના દિલ્હીમાં દરોડા, નાઇટ ક્લબોમાં રોકાણની તપાસ
નવી દિલ્હી, 24 જૂન (હિ.સ.) પ્રવર્તન નિર્દેશાલય (ઇડી)એ, ગુજરાતના મુંદ્રા બંદર પર 3,000 કિલોગ્રામ માદક પદાર્થની જપ્તી સાથે જોડાયેલા ધનશોધન મામલે, બુધવારે સવારે દિલ્હીના પાંચ સ્થળોએ દરોડા પાડ્યા. કાર્યવાહી હરપ્રીત સિંહ તલવાર, શમશુદ્દીન અને તેમના સહયોગ
પ્રવર્તન નિર્દેશાલય (ઇડી)


નવી દિલ્હી, 24 જૂન (હિ.સ.) પ્રવર્તન નિર્દેશાલય (ઇડી)એ, ગુજરાતના મુંદ્રા બંદર પર 3,000 કિલોગ્રામ માદક પદાર્થની જપ્તી સાથે જોડાયેલા ધનશોધન મામલે, બુધવારે સવારે દિલ્હીના પાંચ સ્થળોએ દરોડા પાડ્યા. કાર્યવાહી હરપ્રીત સિંહ તલવાર, શમશુદ્દીન અને તેમના સહયોગીઓ સાથે જોડાયેલા પરિસરો પર કરવામાં આવી હતી.

ઇડી અનુસાર, આ કાર્યવાહી ધનશોધન નિવારણ અધિનિયમ (પીએમએલએ) હેઠળ કરવામાં આવી રહી છે. તપાસમાં સામે આવ્યું છે કે, માદક પદાર્થોની તસ્કરીથી મેળવાયેલું નાણું દિલ્હીના નાઇટ ક્લબોમાં રોકવામાં આવ્યું હતું. આ સંબંધમાં ઇડી નાણાકીય વ્યવહારો અને રોકાણના સ્ત્રોતોની તપાસ કરી રહી છે.

તપાસ એજન્સી અનુસાર, હરપ્રીત સિંહ તલવારને આ મામલે રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઇએ) અગાઉ ધરપકડ કરી ચૂકી છે. તે તાજેતરમાં જ જામીન પર મુક્ત થયો છે.

ઉલ્લેખનીય છે કે, મુંદ્રા બંદર પર 2021માં લગભગ 3,000 કિલોગ્રામ હેરોઇનની મોટી જપ્તી કરવામાં આવી હતી, જેને દેશના સૌથી મોટા માદક પદાર્થ તસ્કરી કેસોમાં એક માનવામાં આવે છે. મામલાની તપાસ વિવિધ કેન્દ્રિય એજન્સીઓ દ્વારા કરવામાં આવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande