
સોમનાથ 24 જૂન (હિ.સ.) કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, સોમનાથ સંચાલિત અનુસુચિત જાતિના 15 થી 35 વર્ષના યુવક – યુવતીઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર – ૨૦૨૬-૨૭નું આયોજન આગામી સમયમાં કરવામાં આવશે.
જેમાં અનુસુચિત જાતિના ૧૫ થી ૩૫ વર્ષના યુવક – યુવતીઓમા વ્યક્તિત્વ વિકાસ, નેતૃત્વ અંગેના ગુણોની ચર્ચા, સામાજિક દૂષણો સામે વિરોધ, રાષ્ટ્રીય એકતા, તેમજ યુવક યુવતીઓને રચનાત્મક માર્ગે વાળવા અંગે તજજ્ઞો દ્વારા વિવિધ સમજ તેમજ માર્ગદર્શન આપવા માટે તાલુકાકક્ષા વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનું યોજાશે.
આ શિબિરમાં ભાગ લેવા માટે સોમનાથ જિલ્લાના 15 થી 35 વર્ષના અનુસુચિત જાતિના યુવક-યુવતીઓએ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ખાતેથી અરજી ફોર્મ મેળવી નામ, સરનામું, મોબાઈલ નંબર, જન્મ તારીખ, આધારકાર્ડ, અગાઉ કોઈ શિબિરમાં ભાગ લીધેલ હોય તો તેના પ્રમાણપત્ર તેમજ અન્ય જરૂરી તમામ ડોક્યુમેન્ટ સાથેની અરજી 1 જુલાઇ સુધીમાં પરત કચેરી ખાતે જમા કરવાની રહેશે. શિબિરની તારીખ, સ્થળ અને સમય ટેલીફોન દ્વારા જાણ કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ