ઉના તાલુકાના ચીખલી ગામે ખર્ચે નિર્મિત માધ્યમિક શાળા અને પ્રાથમિક શાળાના ત્રણ ઓરડાઓનું લોકાર્પણ કરતાં શિક્ષણમંત્રી
સોમનાથ,24 જૂન (હિ.સ.) શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે બપોર બાદ શિક્ષણમંત્રી પ્રદ્યુમનભાઈ વાજા સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ચીખલી ગામે પહોંચ્યા હતાં. જ્યાં તેમણે 2.16 કરોડના ખર્ચે નિર્મિત માધ્યમિક શાળા અને 1.36 લાખના ખર્ચે પ્રાથમિક શાળાના ત્
ઉના તાલુકાના ચીખલી ગામે રૂ. ૨.૧૬ કરોડના ખર્ચે નિર્મિત


સોમનાથ,24 જૂન (હિ.સ.) શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે બપોર બાદ શિક્ષણમંત્રી પ્રદ્યુમનભાઈ વાજા સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ચીખલી ગામે પહોંચ્યા હતાં.

જ્યાં તેમણે 2.16 કરોડના ખર્ચે નિર્મિત માધ્યમિક શાળા અને 1.36 લાખના ખર્ચે પ્રાથમિક શાળાના ત્રણ ઓરડાઓનું લોકાર્પણ કર્યું હતું.ચીખલી ખાતે 'પ્રવેશોત્સવ' દરમિયાન નવા પ્રવેશ મેળવનાર નાના ભૂલકાઓ સાથે સ્નેહભર્યો સંવાદ કરી શિક્ષણમંત્રીએ ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.

આ અવસરે તેમણે જણાવ્યું હતું કે, ગુણવત્તાસભર શિક્ષણ સાથે છેવાડાના ગામમાં પણ સુદ્રઢ શૈક્ષણિક માળખાકિય સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે.

આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, ગીર સોમનાથ જિલ્લાના શૈક્ષણિક વિકાસ માટે જિલ્લામાં કેન્દ્રની 12 અને રાજ્યની 12 મળી 24 પીએમશ્રી શાળા, જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત 2354 સ્માર્ટ ક્લાસરૂમ, 32 નવા વર્ગખંડનું પ્રગતિકામ, 162 વર્ગખંડ રિપેરિંગ, 7 કુમાર અને 8 કન્યા ટોઈલેટ, 115 મીડ ડે મીલ બાંધકામ તેમજ 5 સરકારી માધ્યમિક અને 6 આર.એમ.એસ.એ શાળા મંજૂર કરવામાં આવી છે.

વિદ્યાર્થીઓના વિકાસમાં શિક્ષણ ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રપટેલના નેતૃત્વમાં સ્કૂલ ઓફ એક્સલન્સ હેઠળ સ્માર્ટ ક્લાસ, લાઈબ્રેરી, કમ્પ્યુટર લેબ સહિતની સુવિધાઓથી શિક્ષણની ભૌતિક સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે.

રાજ્ય સરકાર શિક્ષણ અને સ્વચ્છતાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહી છે. અત્યાધુનિક માળખાકિય સુવિધાઓ સાથે વિદ્યાર્થીઓને ટેક્નોલોજીસભર શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. 'બેટો બચાવો, બેટી પઢાવો' ના સૂત્રને લક્ષમાં લઈ 'નમો લક્ષ્મી' અને 'નમો સરસ્વતી' યોજના અમલીકૃત કરી છે. જેનો વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યાં છે, એમ એમણે ઉમેર્યું હતું.

વડાપ્રધા નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2003 માં રોપેલું 'શાળા પ્રવેશોત્સવ'નું બીજ આજે વટવૃક્ષ બન્યું છે. કોઈપણ રાષ્ટ્રનું નિર્માણ વર્ગખંડમાંથી થાય છે. શિક્ષણ એ એવું શક્તિશાળી માધ્યમ છે. જે સામાજિક પરિવર્તન લાવવા સક્ષમ છે. પ્રાથમિક શિક્ષણ એ પાયાની જરૂરિયાત છે. જેથી આવનારા દિવસોમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવાનું લક્ષ્ય નિર્ધારિત કરાયું છે.

પ્રવેશોત્સવ દરમિયાન શિક્ષકોને પાંચ વર્ષ પૂર્ણ થતાં કાયમી નિમણૂકપત્ર એનાયત કરવામાં આવ્યાં હતાં અને તેજસ્વી વિદ્યાર્થીઓનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.

આ સાથે સામાજિક જાગૃતિ અર્થે ઉપસ્થિત સૌએ 'ટ્રાફિક નિયમોના સામૂહિક શપથ' લેવડાવી વિદ્યાર્થીઓને જીવનમાં શિસ્તની પ્રેરણા આપી હતી.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande