મણિપુરના અલગ-અલગ વિસ્તારોમાંથી માદક દ્રવ્યોના તસ્કરો અને ઉગ્રવાદીઓની ધરપકડ
ઇમ્ફાલ, નવી દિલ્હી, 24 જૂન (હિ.સ.). મણિપુરમાં અલગ-અલગ વિસ્તારોમાં પોલીસે અભિયાન ચલાવીને છેલ્લા 24 કલાક દરમિયાન માદક દ્રવ્યોના તસ્કરો અને ઉગ્રવાદીઓની ધરપકડ કરી છે. આ ઉપરાંત, તલાશી દરમિયાન હથિયારો અને દારૂગોળો પણ જપ્ત કરવામાં આવ્યો છે. આ સંબંધમાં એક
માદક દ્રવ્યોના તસ્કરો અને ઉગ્રવાદીઓની ધરપકડ


ઇમ્ફાલ, નવી દિલ્હી, 24 જૂન (હિ.સ.). મણિપુરમાં અલગ-અલગ વિસ્તારોમાં પોલીસે અભિયાન ચલાવીને છેલ્લા 24 કલાક દરમિયાન માદક દ્રવ્યોના તસ્કરો અને ઉગ્રવાદીઓની ધરપકડ કરી છે. આ ઉપરાંત, તલાશી દરમિયાન હથિયારો અને દારૂગોળો પણ જપ્ત કરવામાં આવ્યો છે. આ સંબંધમાં એક મહિલા સહિત કુલ 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

મણિપુર પોલીસ મુખ્યાલયે બુધવારે જણાવ્યું કે, 23 જૂનના રોજ મણિપુર પોલીસે થૌબલ જિલ્લાના લિલોંગ સામ્બરુખોંગના ત્રણ રહેવાસીઓની ધરપકડ કરી. તેમની પાસેથી લગભગ 80 ગ્રામ વજનની શંકાસ્પદ બ્રાઉન સુગર ધરાવતી બે સાબુદાનીઓ મળી આવી. આ કેસમાં ધરપકડ કરાયેલા ત્રણેય તસ્કરોની ઓળખ સુરૈયા ઉર્ફે નહા (37), મો. તમીજુદ્દીન ઉર્ફે સનાટોમ્બા ઉર્ફે નહાટોમ્બા (33) અને મો. સરાફુદ્દીન ઉર્ફે મામેઈ (31) તરીકે કરવામાં આવી છે.

એ જ દિવસે સુરક્ષા દળોએ પોરોમપટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઉગ્રવાદી સંગઠન પ્રીપાક (રેડ આર્મી)ના કથિત સ્વયંભૂ સાર્જન્ટ મેજર, ક્ષેત્રિમાયુમ ફ્રેન્સ્ટન સિંહ ઉર્ફે નાનાઓ ઉર્ફે ઇથાટ (40)ની ધરપકડ કરી. તે ઇમ્ફાલ ઇસ્ટ જિલ્લાના ટોપ ખોંગનાંગ મખોંગ, મયાંગલામ્બમ લમ્પકનો રહેવાસી છે.

પોલીસે જણાવ્યું છે કે, ઇમ્ફાલ ઇસ્ટ જિલ્લાના શાબુંગકોક નિવાસી અને આરપીએફ/પીએલએના એક સક્રિય સભ્ય નોન્થોંગબમ ઇંગો ઉર્ફે કૃષ્ણા ઉર્ફે યુહેનબા (51)ની ધરપકડ અને પૂછપરછ બાદ (જેને અગાઉ ગોવા પોલીસની મદદથી મણિપુર પોલીસે દક્ષિણ ગોવાના કુનકોલિમથી થૌબલ જિલ્લાના લિલોંગ-થાણામાં નોંધાયેલી એફઆઈઆરના સંબંધમાં ધરપકડ કરી હતી) 22 જૂનના રોજ થૌબલ જિલ્લાના ચિંગડોમપોક, હેઇરોક પાર્ટ-IIમાંથી હથિયારો અને દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો. જપ્ત કરાયેલી સામગ્રીઓમાં બે ઇન્સાસ રાઇફલ, નવ ઇન્સાસ રાઇફલની મેગેઝીન, બે 9 એમએમની પિસ્તોલ, અલગ-અલગ કેલિબરના 163 જીવતા કારતૂસનો સમાવેશ થાય છે.

આ દરમિયાન સોમવારે સુરક્ષા દળોએ ઇમ્ફાલ ઇસ્ટ જિલ્લાના પોરોમપટ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના મિનુથોંગમાંથી મો. વાહિદુર રહેમાન (35)ની ધરપકડ કરી. તે મૂળભૂત રીતે બિષ્ણુપુર જિલ્લાના ક્વાક્તાનો રહેવાસી હતો અને તાજેતરમાં ઇમ્ફાલ ઇસ્ટ જિલ્લાના મંત્રીપુખરીમાં રહી રહ્યો હતો. તેની પાસેથી લગભગ 1 કિલો શંકાસ્પદ બ્રાઉન સુગર મળી આવી.

એ જ દિવસે એક અન્ય અભિયાનમાં મણિપુર પોલીસે સોરેપાના એક ખંડણીખોર સક્રિય કેડરની ધરપકડ કરી. તેને મોરેહ બજાર વોર્ડ નંબર 8, એ/પી પ્રભાવતી કોલેજ મયાંગ ઇમ્ફાલ રાહત શિબિરમાંથી પકડવામાં આવ્યો. તે શિબિરમાં રહી રહ્યો હતો. તેની ઓળખ યુમનમ થોઇબા મૈતેઈ (57) તરીકે થઈ છે.

એક અન્ય અભિયાનમાં 22 જૂનના રોજ સુરક્ષા દળોએ ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના મયાંગ ઇમ્ફાલ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના મયાંગ ઇમ્ફાલ મૈબામ મમાંગ લીકાઈ વિસ્તારમાંથી સોરેપાના એક સક્રિય કેડર યુમનમ જોયરાજ સિંહ ઉર્ફે ઇબોમચા (36)ની ધરપકડ કરી. તે ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના યુમનમ હુઇડ્રોમ ખુન્યાઈ લીકાઈનો રહેવાસી હોવાનું જણાવાયું છે.

હિન્દુસ્થાન સમાચાર / અરવિંદ રાય / અમરેશ દ્વિવેદી

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande