લાડોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફોગિંગ મશીનનું ઓપરેશન શરૂ
મહેસાણા, 24 જૂન (હિ.સ.) મચ્છરજન્ય રોગોના નિયંત્રણ અને જન આરોગ્યની સુરક્ષા માટે આજે 24 જૂન, 2026ના રોજ વિજાપુર તાલુકાના લાડોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફોગિંગ મશીનનું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત મહેસાણાના સ્વભંડોળમાંથી ખરીદી
લાડોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફોગિંગ મશીનનું ઓપરેશન શરૂ


મહેસાણા, 24 જૂન (હિ.સ.) મચ્છરજન્ય રોગોના નિયંત્રણ અને જન આરોગ્યની સુરક્ષા માટે આજે 24 જૂન, 2026ના રોજ વિજાપુર તાલુકાના લાડોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફોગિંગ મશીનનું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત મહેસાણાના સ્વભંડોળમાંથી ખરીદી કરવામાં આવેલ આ ફોગિંગ મશીનનો ઉપયોગ આરોગ્ય સેવાઓને વધુ અસરકારક બનાવવા માટે કરવામાં આવશે.

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાડોલના મેડિકલ ઓફિસર અને એડિશનલ મેડિકલ ઓફિસર ની દેખરેખ હેઠળ એમ.પી.એચ.એસ. દ્વારા ફોગિંગ મશીન કાર્યરત કરવામાં આવ્યું હતું. ચોમાસાની ઋતુ દરમિયાન મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગોનું પ્રમાણ વધવાની શક્યતા રહેતી હોવાથી મચ્છરોના ઉપદ્રવને નિયંત્રિત કરવા આ કામગીરી મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

આ પ્રસંગે આરોગ્ય વિભાગના કર્મચારીઓએ લોકોને ઘરની આસપાસ સ્વચ્છતા જાળવવા, પાણી ભરાઈ રહે તેવા સ્થળો દૂર કરવા તથા મચ્છરજન્ય રોગોથી બચવા જરૂરી સાવચેતી રાખવા અપીલ કરી હતી.

ફોગિંગ મશીનના ઉપયોગથી ગામ અને આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉપદ્રવમાં ઘટાડો થશે તેમજ જાહેર આરોગ્યને વધુ સુરક્ષિત બનાવવામાં મદદ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande