વડસ્મા ગામે ગેરકાયદેસર ખનન સામે ખાણ-ખનિજ વિભાગની કાર્યવાહી
મહેસાણા, 24 જૂન (હિ.સ.) મહેસાણા તાલુકાના વડસ્મા ગામ ખાતે ખાણ અને ખનિજ વિભાગ દ્વારા ગેરકાયદેસર ખનન સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વિભાગની ટીમે મળેલી બાતમીના આધારે સ્થળ પર દરોડો પાડી ખાનગી જમીનમાંથી કરવામાં આવી રહેલું સાદી માટીનું ગેરકાયદેસર
વડસ્મા ગામે ગેરકાયદેસર ખનન સામે ખાણ-ખનિજ વિભાગની કાર્યવાહી


મહેસાણા, 24 જૂન (હિ.સ.) મહેસાણા તાલુકાના વડસ્મા ગામ ખાતે ખાણ અને ખનિજ વિભાગ દ્વારા ગેરકાયદેસર ખનન સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વિભાગની ટીમે મળેલી બાતમીના આધારે સ્થળ પર દરોડો પાડી ખાનગી જમીનમાંથી કરવામાં આવી રહેલું સાદી માટીનું ગેરકાયદેસર ખનન ઝડપી પાડ્યું હતું.

તપાસ દરમિયાન અધિકારીઓએ ખનન કરવામાં આવેલા વિસ્તારની સ્થળ પર માપણી કરી હતી તેમજ ખનનની માત્રા અને તેની કાયદેસરની મંજૂરી અંગેની વિગતો ચકાસવાની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં જરૂરી મંજૂરી વિના ખનન કરવામાં આવતું હોવાની માહિતી સામે આવતા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

ખાણ અને ખનિજ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારના નિયમો મુજબ કોઈપણ પ્રકારનું ખનન કરવા માટે જરૂરી પરવાનગીઓ મેળવવી ફરજિયાત છે. નિયમોના ઉલ્લંઘન બદલ જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

વિભાગ દ્વારા ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને કુદરતી સંપત્તિના સંરક્ષણ માટે આવા તત્વો સામે કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે. આ કાર્યવાહીથી વિસ્તારમાં ગેરકાયદેસર ખનન કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો હોવાનું જાણવા મળ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande