મહેસાણા જિલ્લામાં શાળા પ્રવેશોત્સવમાં એ. ચીફ સેક્રેટરી રાજીવ ટોપનોની ઉપસ્થિતિ, આરોગ્ય સેવાઓની સમીક્ષા
મહેસાણા, 24 જૂન (હિ.સ.) : મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ચડ્ડાસણ અને ઝૂલાસણ ગામોમાં યોજાયેલા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, સચિવાલય ગાંધીનગરના એડિશનલ ચીફ સેક્રેટરી રાજીવ ટોપનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન
ચડ્ડાસણ અને ઝૂલાસણમાં શાળા પ્રવેશોત્સવમાં રાજીવ ટોપનોની ઉપસ્થિતિ, આરોગ્ય સેવાઓની સમીક્ષા


મહેસાણા, 24 જૂન (હિ.સ.) : મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ચડ્ડાસણ અને ઝૂલાસણ ગામોમાં યોજાયેલા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, સચિવાલય ગાંધીનગરના એડિશનલ ચીફ સેક્રેટરી રાજીવ ટોપનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન તેમણે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને સંબોધી શિક્ષણ સાથે આરોગ્યના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું.

ટોપનોએ આરોગ્ય વિભાગ દ્વારા ચાલી રહેલી વિવિધ યોજનાઓ અને સેવાઓ અંગે માહિતી આપી હતી તેમજ બાળકોના સર્વાંગી વિકાસ માટે સ્વચ્છતા, પોષણ અને નિયમિત આરોગ્ય તપાસનું મહત્વ સમજાવ્યું હતું. આ પ્રસંગે તેમણે તાલુકાના આરોગ્ય સંબંધિત વિવિધ ઇન્ડિકેટર્સની સમીક્ષા કરી આરોગ્ય સેવાઓને વધુ અસરકારક બનાવવા જરૂરી સૂચનો આપ્યા હતા. કાર્યક્રમ અંતર્ગત પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. ટોપનો સહિત ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષો વાવી હરિયાળા અને સ્વચ્છ પર્યાવરણ માટે સૌને યોગદાન આપવા અપીલ કરી હતી.

શાળા પ્રવેશોત્સવમાં સ્થાનિક આગેવાનો, આરોગ્ય વિભાગના અધિકારીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande