વડોદરા જિલ્લાના શિનોરમાં બાળકીના હત્યારાનું પીએસઆઈની રિવોલ્વર ઝુંટવી બે રાઉન્ડ ફાયરિંગ
વડોદરા, 24 જૂન (હિ.સ.) : વડોદરા જિલ્લાના શિનોરમાં સેક્સ્યુઅલ અસોલ્ટ, પોક્સો (POCSO) અને મર્ડરના આરોપી અનિલ રાઠોડિયાને પોલીસ કસ્ટડી દરમિયાન સેગવાથી શિનોર પોલીસ સ્ટેશન જતા વખતે રસ્તા પર પોલીસ ગાડીની અંદર પોલીસનું એક સર્વિસ વેપન (રિવોલ્વર) છીનવવાનો પ્
વડોદરા જિલ્લાના શિનોરમાં બાળકીના હત્યારાનું પીએસઆઈની રિવોલ્વર ઝુંટવી બે રાઉન્ડ ફાયરિંગ


વડોદરા, 24 જૂન (હિ.સ.) : વડોદરા જિલ્લાના શિનોરમાં સેક્સ્યુઅલ અસોલ્ટ, પોક્સો (POCSO) અને મર્ડરના આરોપી અનિલ રાઠોડિયાને પોલીસ કસ્ટડી દરમિયાન સેગવાથી શિનોર પોલીસ સ્ટેશન જતા વખતે રસ્તા પર પોલીસ ગાડીની અંદર પોલીસનું એક સર્વિસ વેપન (રિવોલ્વર) છીનવવાનો પ્રયત્ન કર્યો હતો.

બાળકીની હત્યા અને પોક્સોના ગુનામાં ઝડપાયેલા આરોપી અજય રાઠોડીયાને વધુ તપાસ અર્થે એલસીબી દ્વારા સેગવા આઉટપોસ્ટથી શિનોર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી રહ્યો હતો.

આ દરમિયાન સીમળી ગામ નજીક ચાલુ વાહને આરોપીએ પીએસઆઈની સર્વિસ રિવોલ્વર ઝૂંટવી લેવાનો પ્રયાસ કર્યો હતો.

દરમ્યાન ઝપાઝપી થતા બે રાઉન્ડ ફાયરિંગ આરોપીએ કરતા એક ડ્રાઇવરના બાજુમાંથી પસાર થઈ અને બીજીવાર તેના જમણા પગમાં વાગતા આરપાર થઈ ગઈ હતી. હાલ આરોપી સારવાર હેઠળ છે અને ડ્રાઇવરનો આબાદ બચાવ થયો છે.

આ ઘટના સેગવાથી શિનોર જવાના માર્ગ પર સીમળી ગામ નજીક પોલીસ જીપમાં પીએસઆઈની રિવોલ્વર ઝૂંટવી લેવાના પ્રયાસ દરમિયાન ગોળી છૂટતાં આરોપીને પગમાં ઈજા પહોંચી હતી. શિનોર તાલુકાના સતીષાણા ગત અઠવાડિયે 4 વર્ષની બાળકી હત્યા કેસના આરોપીએ પોલીસ વાહનમાં રિવોલ્વર ઝૂંટવવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં ગોળી છૂટતાં તેના પગમાં ઈજા થઈ હતી. તેને તાત્કાલિક મોટા ફોફળિયા સ્થિત સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો.

ઘટના બાદ આરોપીને મોટા ફોફળિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો છે. જયાં તેની સારવાર ચાલી રહી છે. ઘટનાના પગલે સામૂહિક આરોગ્ય કેન્દ્રને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું હતું અને કોઇપણ બહારના વ્યકતિને અંદર પ્રવેશ આપવા દેવામાં આવી રહ્યો નથી. આ આરોપીના આજે રિમાન્ડ પુરા થઈ રહ્યા છે.

વડોદરા જિલ્લા એસપી સુશીલ અગ્રવાલે જણાવ્યું હતું કે, રાત્રે સાંજના આઠ વાગ્યાની આસપાસ, શિનોર પોલીસ સ્ટેશનના સેક્સ્યુઅલ અસોલ્ટ, પોક્સો અને મર્ડરના આરોપી અનિલ રાઠોડિયાને પોલીસ કસ્ટડી દરમિયાન સેગવાથી શિનોર પોલીસ સ્ટેશન જતા વખતે રસ્તા પર પોલીસ ગાડીની અંદર પોલીસનું એક સર્વિસ રિવોલ્વર છીનવવાનો પ્રયત્ન કર્યો હતો. અને એ ઝપાઝપી દરમિયાન આરોપી દ્વારા એક રાઉન્ડ ફાયર કરવામાં આવ્યું, જો કે ડ્રાઈવરના નજીકથી નીકળીને બહાર જતી રહી હતી. જ્યારે ઝપાઝપી દરમિયાન બીજું એક રાઉન્ડ આરોપીના પગની અંદર વાગી છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande