અમદાવાદ શહેરમાં બાળમજૂરી કરતાં 2024થી અત્યાર સુધીમાં 276 બાળકોનું રેસ્ક્યૂ કરાયુ
અમદાવાદ, 24 જૂન (હિ.સ.) : અમદાવાદ શહેરમાં બાળમજૂરી અને આંતરરાજ્ય માનવ તસ્કરીના રેકેટનો પર્દાફાસ કર્યો. બાળમજૂરી નાબૂદ કરવા માટે પોલીસ દ્વારા 2024થી અત્યાર સુધીમાં 276 બાળકોનું રેસ્ક્યૂ કરાયુ. વર્ષ 2024થી અત્યાર સુધીમાં કુલ 276 બાળકોનું રેસ્ક્યૂ ક
અમદાવાદ શહેરમાં બાળમજૂરી કરતાં 2024થી અત્યાર સુધીમાં 276 બાળકોનું રેસ્ક્યૂ કરાયુ


અમદાવાદ, 24 જૂન (હિ.સ.) : અમદાવાદ શહેરમાં બાળમજૂરી અને આંતરરાજ્ય માનવ તસ્કરીના રેકેટનો પર્દાફાસ કર્યો. બાળમજૂરી નાબૂદ કરવા માટે પોલીસ દ્વારા 2024થી અત્યાર સુધીમાં 276 બાળકોનું રેસ્ક્યૂ કરાયુ.

વર્ષ 2024થી અત્યાર સુધીમાં કુલ 276 બાળકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું. જેમાંથી 33 ગુમ થયેલા બાળકોને તેમના પરિવાર સાથે ફરી મિલન કરાવવામાં આવ્યા છે.

જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ 22 કેસ નોંધાયા છે. ભીખ માંગતા 67 બાળકોને રેસ્ક્યૂ કરી એએમસી શાળાઓમાં તેમનું પુનર્વસન કરાયું છે. બાળમજૂરી વિરુદ્ધ દરોડાઓ દરમિયાન 107 બાળમજૂરોને મુક્ત કરવામાં આવ્યા છે.

ઉપરાંત આંતરરાજ્ય માનવ તસ્કરીના રેકેટનો પર્દાફાશ કરીને 15 દિવસના નવજાત શિશુનું રેસ્ક્યૂ કરાયું છે.

મહિલા સુરક્ષા માટે એક મહિનાની ડ્રાઇવ દરમિયાન જીપી એક્ટ હેઠળ 57 કેસ નોંધાયા છે. તો વર્ષ 2026માં 40થી વધુ એન્ટી-બેગિંગ ડ્રાઇવ યોજાઈ છે. જેમાં અત્યાર સુધી 60થી વધુ બાળકો અને 89 પુખ્તોને રેસ્ક્યૂ કરીને પુનર્વસન કરવામાં આવ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande