
અમદાવાદ,25 જૂન (હિ.સ.) ગુજરાતની મ્યુનિસિપલ કોર્પોરેશનનો માં ભવ્ય વિજય બાદ એક મહિના પછી નવા મેયર મળ્યા ને આજે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય 11 જેટલી કમિટીઓના સભ્યોની જાહેરાત કરવામાં આવી છે.
સામાન્ય સભા પહેલા સત્તાધારી પક્ષ ભાજપની મળેલી એજન્ડા બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ, હિતેશ બારોટ સહિતના સંગઠનના પદાધિકારીઓ દ્વારા કમિટીઓના ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનના નામ સહિત સભ્યોની જાહેરાત કરવામાં આવી હતી.એએમટીએસ કમિટીના ચેરમેન તરીકે શહેર ભાજપ પૂર્વ મહામંત્રી પરાગ નાયકની નિમણૂક કરવામાં આવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય 11 કમિટીઓમાં ધરમશી દેસાઈ - બોડકદેવ - વોટર સપ્લાય કમિટી,જૈનિક વકીલ - પાલડી - રોડ એન્ડ બિલ્ડીંગ કમિટી,દીપક પંચાલ - નિકોલ - હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટી,ભાગ્યેશ પટેલ - જોધપુર - ટાઉન એન્ડ પ્લાનિંગ કમિટી,જીતેન્દ્ર ખચરિયા - સ્ટેડિયમ વોર્ડ - રીક્રીએશનલ એન્ડ હેરિટેજ કમિટી
વિપુલ પટેલ - નરોડા - લીગલ કમિટી,મુકેશ પટેલ - વિરાટનગર - રેવન્યુ કમિટી
ડો. ચાંદની પટેલ - લાંભા - હોસ્પિટલ,હિતેન્દ્ર પરમાર - શાહપુર - મટીરીયલ મેનેજમેન્ટ કમિટી
દર્શન શાહ - નારણપુરા - હાઉસિંગ એન્ડ ઇમ્પ્રુવમેન્ટ કમિટી,ડિમ્પલબેન વરદાયની - નરોડા - મહિલા અને બાળ વિકાસ કમિટીની જાહેરાત કરવામાં આવી . સામાન્ય સભામાં સૌપ્રથમ અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ કમિટીના સભ્યોની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 11 પેટા કમિટીઓના સભ્યોની જાહેરાત કરાઈ હતી. વાડીલાલ સારાભાઈ જનરલ હોસ્પિટલમાં પાંચ સભ્યો અને વેટરનીટી હોસ્પિટલમાં બે સભ્યોની પણ નિમણૂક કરાઈ હતી.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ