પોરબંદરના બળેજ ગામે પુત્ર એ માતા- પિતા પર ધોકા વડે હુમલો
પોરબંદર, 25 જૂન (હિ.સ.) : પોરબંદર જિલ્લાના બળેજ ગામમાં પરિવારિક સંબંધોને શરમાવે તેવી ચોંકાવનારી ઘટના સામે આવી છે. ધંધો કરવા માટે રૂ.10 હજારની માંગણી કરી હતી, પરંતુ પિતાએ રૂપિયા આપવાની ના પાડતા પુત્રએ મનમાં વેર રાખ્યો અને મધરાતે સૂતા માતા-પિતા પર લા
પોરબંદરના બળેજ ગામે પુત્ર એ માતા- પિતા પર ધોકા વડે હુમલો


પોરબંદર, 25 જૂન (હિ.સ.) : પોરબંદર જિલ્લાના બળેજ ગામમાં પરિવારિક સંબંધોને શરમાવે તેવી ચોંકાવનારી ઘટના સામે આવી છે. ધંધો કરવા માટે રૂ.10 હજારની માંગણી કરી હતી, પરંતુ પિતાએ રૂપિયા આપવાની ના પાડતા પુત્રએ મનમાં વેર રાખ્યો અને મધરાતે સૂતા માતા-પિતા પર લાકડાના ઘોકાથી તાબડતોબ હુમલો કરી દીધો. હુમલામાં બંને ગંભીર રીતે ઘાયલ થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. માધવપુર પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ વણઘા સામતભાઈ પરમારના પુત્ર અજય વણઘા પરમારએ ધંધો શરૂ કરવા માટે રૂ.10 હજાર માંગ્યા હતા.પિતાએ રૂપિયા આપવાની ના પાડતાં આરોપીએ આ બાબતનું મનદુઃખ રાખ્યું હતું.રાત્રિના સમયે માતા-પિતા ઘરમાં નિંદ્રાધીન હતા ત્યારે આરોપી અજય લાકડાનો ઘોકો લઈને પહોંચ્યો અને પોતાના પિતા પર અંધાધૂંધ પ્રહારો શરૂ કરી દીધા. પિતાને બચાવવા માટે તેમની સંતોકબેન વચ્ચે પડતાં તેમના પર પણ ઘોકાના ફટકા વરસાવ્યા હતા.

હુમલામાં બંનેને માથા, હાથ, પગ તેમજ આંખના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેને લઈને માતા-પિતાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે આ ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande