વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ મોઢવાડા ખાતે બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો.
પોરબંદર, 25 જૂન (હિ.સ.)રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ મોઢવાડા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત રહી બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. તેમણે વી.જી. કારિયા હાઈસ્કૂલ, મોઢવાડા
વન અને પર્યાવરણ મંત્રી  અર્જુન મોઢવાડિયાએ મોઢવાડા ખાતે બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો.


વન અને પર્યાવરણ મંત્રી  અર્જુન મોઢવાડિયાએ મોઢવાડા ખાતે બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો.


વન અને પર્યાવરણ મંત્રી  અર્જુન મોઢવાડિયાએ મોઢવાડા ખાતે બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો.


વન અને પર્યાવરણ મંત્રી  અર્જુન મોઢવાડિયાએ મોઢવાડા ખાતે બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો.


વન અને પર્યાવરણ મંત્રી  અર્જુન મોઢવાડિયાએ મોઢવાડા ખાતે બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો.


પોરબંદર, 25 જૂન (હિ.સ.)રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ મોઢવાડા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત રહી બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. તેમણે વી.જી. કારિયા હાઈસ્કૂલ, મોઢવાડા પે સેન્ટર શાળા, મોઢવાડા કન્યા શાળા તથા બાલવાટિકાના બાળકોને શૈક્ષણિક કિટ અર્પણ કરી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, આંગણવાડીમાંથી શાળામાં પ્રવેશ મેળવનારા બાળકો માટે જીવનનો મહત્વપૂર્ણ તબક્કો શરૂ થઈ રહ્યો છે, જ્યારે ધોરણ 8 અને 10 પાસ કરીને ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ માટે પણ નવી તકોના દ્વાર ખુલ્યા છે. તેમણે વિદ્યાર્થીઓને જ્ઞાન, સંસ્કાર અને મહેનત દ્વારા પોતાના પરિવાર, ગામ, જિલ્લા અને દેશનું ગૌરવ વધારવા અનુરોધ કર્યો હતો.મંત્રીએ જણાવ્યું હતું કે, શિક્ષણ પ્રત્યે વાલીઓમાં જાગૃતિ વધી રહી છે અને સરકારી શાળાઓમાં શિક્ષણની ગુણવત્તામાં સતત સુધારો થઈ રહ્યો છે. તેમણે શિક્ષકોને બાળકોમાં માત્ર પુસ્તકીય જ્ઞાન નહીં પરંતુ સ્વચ્છતા, શિસ્ત અને સ્વાવલંબનના સંસ્કારોનું પણ સિંચન કરવા અપીલ કરી હતી. અને તેમણે વિદ્યાર્થીઓમાં સ્વચ્છતાની ટેવ વિકસાવવાના મહત્વ પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે, પોતાના વર્ગખંડ, શાળા પરિસર અને શૌચાલયને સ્વચ્છ રાખવાની જવાબદારી વિદ્યાર્થીઓએ સ્વયં સ્વીકારવી જોઈએ. વાલીઓ અને શિક્ષકોના સંયુક્ત પ્રયાસોથી જ જવાબદાર અને સંસ્કારી નાગરિકોનું ઘડતર શક્ય બનશે.

પર્યાવરણ સંરક્ષણ અંગે મંત્રએ વડાપ્રધાનના ‘એક પેડ મા કે નામ’ અભિયાનનો ઉલ્લેખ કરતાં દરેક વ્યક્તિને ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેનું જતન કરવાની અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, વૃક્ષો ભવિષ્યની પેઢી માટે ઓક્સિજન અને પર્યાવરણના સંતુલનનું મહત્વપૂર્ણ સાધન છે.

મંત્રીએ વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે રમતગમતમાં પણ આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે યુવાધનને તમાકુ, બીડી તથા અન્ય નશીલા પદાર્થોથી દૂર રહેવાનો સંદેશ આપતાં વ્યસનમુક્ત સમાજના નિર્માણ માટે સૌને સહભાગી બનવા અનુરોધ કર્યો હતો. સાથે જ સોશિયલ મીડિયા અને સ્માર્ટફોનના અતિરેકથી સર્જાતા સાયબર ક્રાઇમ અને સામાજિક પડકારો અંગે ચિંતા વ્યક્ત કરી વાલીઓને બાળકોના હાથમાં મોબાઇલને બદલે પુસ્તકો અને રમતગમતના સાધનો આપવા અનુરોધ કર્યો હતો.અને મંત્રીએ શાળામાં પ્રવેશ મેળવનાર બાળકોને ભગવાન' સમાન ગણાવી જણાવ્યું હતું કે, શ્રેષ્ઠ શિક્ષણ અને સારા સંસ્કારો દ્વારા જ દેશનું ઉજ્જવળ ભવિષ્ય ઘડી શકાય છે. તેમણે શિક્ષકો, વાલીઓ અને સમાજને બાળકોના સર્વાંગી વિકાસ માટે સંયુક્ત જવાબદારી નિભાવવાની હાકલ કરી હતી.મંત્રીએ વાલીઓ સાથે સંવાદ કરી બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તે માટે તેમના સૂચનો અને મંતવ્યો પણ જાણ્યા હતા. વિદ્યાર્થીઓએ પણ પર્યાવરણ સંરક્ષણ અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા.

આ પ્રસંગે મંત્રી સહિતના મહાનુભાવોએ વિવિધ પરીક્ષાઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરી તેમને પ્રોત્સાહિત કર્યા હતા. અને આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય વનિતાબેન પાંડાવદરા, તાલુકા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન કેશુભાઈ ઓડેદરા, સરપંચ દેવીબેન પાંડાવદરા, જિલ્લા પંચાયત આઈસીડીએસ વિભાગના સીડીપીઓ કાજલબેન તથા રાયસીભાઈ સહિત ગામના અગ્રણીઓ, શિક્ષકો, વાલીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande