ગઢડામાં સગર્ભા માતાઓ માટે નિઃશુલ્ક આરોગ્ય તપાસ અને પોષણ કીટ વિતરણ
બોટાદ, 25 જૂન (હિ.સ.) : ગઢડા શહેરના ખીમાણી બિઝનેસ સેન્ટર ખાતે આવેલી નીલકંઠ મલ્ટી સ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલમાં પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન (PMSMA)ના 10 વર્ષ પૂર્ણ થવાના અવસરે વિશેષ આરોગ્યલક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સગર્ભા માત
વિતરણ કરવામાં આવ્યું


બોટાદ, 25 જૂન (હિ.સ.) : ગઢડા શહેરના ખીમાણી બિઝનેસ સેન્ટર ખાતે આવેલી નીલકંઠ મલ્ટી સ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલમાં પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન (PMSMA)ના 10 વર્ષ પૂર્ણ થવાના અવસરે વિશેષ આરોગ્યલક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સગર્ભા માતાઓના આરોગ્ય, સુરક્ષા અને પોષણને કેન્દ્રસ્થાને રાખીને યોજાયેલા આ કાર્યક્રમમાં ગઢડા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોની અનેક સગર્ભા મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

કાર્યક્રમ અંતર્ગત સગર્ભા માતાઓ માટે વિનામૂલ્યે આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અનુભવી ગાયનેકોલોજિસ્ટ અને અન્ય નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા મહિલાઓના સ્વાસ્થ્યની વિગતવાર તપાસ કરવામાં આવી હતી. સાથે જ ગર્ભાવસ્થા દરમિયાન લેવામાં આવતી તકેદારીઓ, સંતુલિત આહાર, નિયમિત ચેકઅપનું મહત્વ તેમજ માતા અને બાળકના સ્વસ્થ વિકાસ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ પ્રસંગે આશરે 25 જેટલી સગર્ભા બહેનોને પોષણયુક્ત રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કીટમાં ગર્ભવતી મહિલાઓને જરૂરી પૌષ્ટિક આહાર મળી રહે તે માટે વિવિધ પોષક તત્ત્વોથી ભરપૂર સામગ્રીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ પહેલનો મુખ્ય હેતુ માતા અને ગર્ભસ્થ શિશુના આરોગ્યને વધુ મજબૂત બનાવવાનો હતો.

કાર્યક્રમને સફળ બનાવવા બોટાદ જિલ્લા ભાજપના આગેવાન સુરેશ ગોધાણી, ઇરફાન ખીમાણી, જયરાજ પટગીર તેમજ રચના હોસ્પિટલના રવિરાજ ભારાઈ સહિત અનેક તબીબો, આરોગ્યકર્મીઓ અને સામાજિક આગેવાનોએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. ખાનગી ગાયનેકોલોજિસ્ટ, પીડિયાટ્રીશિયન અને ઓર્થોપેડિક નિષ્ણાતોની ઉપસ્થિતિએ કાર્યક્રમને વધુ અસરકારક બનાવ્યો હતો.

ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન માતા અને શિશુના આરોગ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને લાભદાયી યોજના છે. તેમણે વધુમાં વધુ સગર્ભા મહિલાઓ નિયમિત આરોગ્ય તપાસ કરાવી આ યોજનાનો લાભ લે તેવી અપીલ કરી હતી. કાર્યક્રમ સમગ્ર વિસ્તારમાં માતૃત્વ આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધારવામાં સફળ રહ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande