જામનગર : રૂ.80 હાજરની લાંચ લેવાના પ્રકરણમાં PGVCL નાયબ ઈજનેર, લાઈનમેનના જામીન નામંજૂર
જામનગર, 25 જૂન (હિ.સ.) : જામનગરમાં લાંચના ગુનામાં ઝડપાયેલા પીજીવીસીએલના નાયબ ઈજનેર અને લાઈનમેનને કોર્ટમાંથી કોઈ રાહત મળી નથી. જામનગરની વિશેષ અદાલતે બંને આરોપીઓની જામીન અરજી નામંજૂર કરી છે. ફરિયાદ અનુસાર, જામનગર તાલુકાના નાની ખાવડી ગામના એક અરજદા
લાંચ


જામનગર, 25 જૂન (હિ.સ.) :

જામનગરમાં લાંચના ગુનામાં ઝડપાયેલા પીજીવીસીએલના નાયબ ઈજનેર અને લાઈનમેનને કોર્ટમાંથી કોઈ રાહત મળી નથી. જામનગરની વિશેષ અદાલતે બંને આરોપીઓની જામીન અરજી નામંજૂર કરી છે.

ફરિયાદ અનુસાર, જામનગર તાલુકાના નાની ખાવડી ગામના એક અરજદારે પોતાના ગેસ્ટ હાઉસ માટે નવા થ્રી-ફેઝ વીજ જોડાણ માટે પીજીવીસીએલની શાપર પેટા વિભાગીય કચેરીમાં અરજી કરી હતી. આ કાર્યવાહી લાંબા સમયથી અટવાયેલી હતી. નવો થાંભલો ઊભો કરી મોટર જોડાણ આપવા બદલ શાપર પેટા વિભાગના વર્ગ-1ના નાયબ ઈજનેર ઋષિ દિનેશચંદ્ર પરમારે રૂ. 1 લાખની લાંચની માંગણી કરી હતી. રકઝક બાદ રૂ. 80 હજારની રકમ લાંચ તરીકે નક્કી કરવામાં આવી હતી.

અરજદાર લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) નો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ, 17 જૂન, 2026 ના રોજ મોટી-ખાવડી-જામનગર-બાલાચડી હાઈવે રોડ પર છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ છટકામાં પીજીવીસીએલ શાપર પેટા વિભાગના લાઈનમેન મહેશભાઈ ડુંગરામ પ્રજાપતિ ફરિયાદી પાસેથી રૂ. 80 હજારની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. તપાસ દરમિયાન નાયબ ઈજનેર ઋષિ પરમારની સંડોવણી પણ સામે આવતા બંને સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

આ કેસમાં જામનગર ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો પોલીસ મથકે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ-1988 (સુધારા 2018) ની કલમ 7, 12 અને 13(2) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

ત્યારબાદ, બંને આરોપીઓએ જામનગરની વિશેષ અદાલતમાં જામીન અરજી દાખલ કરી હતી. જોકે, કેસની ગંભીરતા અને ચાલી રહેલી તપાસના તબક્કાને ધ્યાનમાં રાખીને જામનગરના એડિશનલ સેશન્સ જજ વી.પી. ચાવડાએ બંને આરોપીઓની જામીન અરજી નામંજૂર કરી હતી. આ કેસમાં સરકાર વતી વિશેષ જાહેર અભિયોજક હેવેન્દ્ર ડો. મહેતાએ દલીલો રજૂ કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande