કચ્છના દરિયાકાંઠે, સુરક્ષાનો સઘન બંદોબસ્ત: મરીન કમાન્ડોએ 5 કિમીથી વધુ વિસ્તારમાં હાથ ધર્યું વિશેષ પેટ્રોલિંગ
કચ્છ, 25 જૂન (હિ.સ.) : કચ્છના દરિયાકાંઠાની સુરક્ષા વધુ મજબૂત બનાવવા માટે મરીન પોલીસ દ્વારા વિશેષ કોસ્ટલ પેટ્રોલિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. રાજ્ય અને રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોટેશ્વર સ્થિત નાયબ પોલીસ અધિક્ષક અને મરીન સેક્ટર લીડરન
કચ્છના દરિયા કિનારે સઘન પેટ્રોલિંગ


કચ્છના દરિયા કિનારે સઘન પેટ્રોલિંગ


કચ્છના દરિયા કિનારે સઘન પેટ્રોલિંગ


કચ્છ, 25 જૂન (હિ.સ.) : કચ્છના દરિયાકાંઠાની સુરક્ષા વધુ મજબૂત બનાવવા માટે મરીન પોલીસ દ્વારા વિશેષ કોસ્ટલ પેટ્રોલિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. રાજ્ય અને રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોટેશ્વર સ્થિત નાયબ પોલીસ અધિક્ષક અને મરીન સેક્ટર લીડરની કચેરીના માર્ગદર્શન હેઠળ દરિયાકાંઠાના સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચકાસણી કરવામાં આવી હતી.

દરિયાઈ માર્ગે થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, દાણચોરી, માદક પદાર્થોની હેરાફેરી, આતંકવાદી તત્વોની સંભવિત હિલચાલ તેમજ ડ્રોન મારફતે થતી શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવાના હેતુથી આ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. અધિક પોલીસ મહાનિદેશક (દરિયાઈ સુરક્ષા) અમિતકુમાર વિશ્વકર્મા તથા નાયબ પોલીસ મહાનિરીક્ષક એ.એમ. મુનિયાના માર્ગદર્શન હેઠળ અને પોલીસ અધિક્ષક તેમજ મરીન સેક્ટર કમાન્ડર એસ.જે. પરમારના નેતૃત્વમાં સમગ્ર કામગીરી હાથ ધરાઈ હતી.

આજરોજ કચ્છ જિલ્લાના પીપરથી રોડાસર વિસ્તાર સુધીના દરિયાકાંઠાના પટ્ટામાં મરીન પોલીસ, મરીન કમાન્ડો અને સ્થાનિક અધિકારીઓની સંયુક્ત ટીમો દ્વારા પાંચ કિલોમીટરથી વધુ અંતર સુધી ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. પેટ્રોલિંગ દરમિયાન અલગ-અલગ ટીમો બનાવીને દરિયાકાંઠાના વિસ્તારો, અવાવરૂ સ્થળો અને સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત દેખરેખ રાખવામાં આવી હતી.

અભિયાન દરમિયાન શંકાસ્પદ વ્યક્તિઓ, વાહનો અને માછીમારી માટે ઉપયોગમાં લેવાતી બોટોની સઘન તપાસ કરવામાં આવી હતી. સાથે જ દરિયાકાંઠે કોઈ અજાણી વસ્તુ, બેગ, ડ્રગ્સના પેકેટ અથવા અન્ય શંકાસ્પદ સામગ્રી તો પડેલી નથી ને તેની પણ ખાસ ચકાસણી હાથ ધરવામાં આવી હતી. સુરક્ષા એજન્સીઓએ દરિયાઈ સરહદ નજીકના વિસ્તારોમાં સતત સતર્ક રહેવા અને કોઈપણ શંકાસ્પદ હિલચાલ અંગે તાત્કાલિક જાણ કરવા સ્થાનિક લોકોને પણ અપીલ કરી હતી.

મરીન પોલીસના આ વિશેષ કોસ્ટલ પેટ્રોલિંગ અભિયાનથી દરિયાકાંઠાના વિસ્તારોમાં સુરક્ષાનું વાતાવરણ વધુ મજબૂત બન્યું છે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંકળાયેલા તત્વોને સ્પષ્ટ સંદેશો મળ્યો છે કે કચ્છની દરિયાઈ સરહદોની સુરક્ષા માટે પોલીસ તંત્ર સંપૂર્ણપણે સજ્જ અને સતર્ક છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande