16 ઇંચ વાળનું દાન કરી, નિધિ પ્રજાપતિએ કેન્સર પીડિતો માટે આપી પ્રેરણાદાયી ભેટ
મહેસાણા, 25 જૂન (હિ.સ.)અરવલ્લી જિલ્લાના બાયડ ગામની દીકરી અને હાલ અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના કાવિઠા ગામે રહેતી નિધિ સંદીપકુમાર પ્રજાપતિએ કેન્સર પીડિત મહિલાઓ અને યુવતીઓ માટે પોતાના 16 ઇંચ લાંબા વાળનું દાન કરીને માનવતાની અનોખી મિસાલ રજૂ કરી છે. પ
16 ઇંચ વાળનું દાન કરી નિધિ પ્રજાપતિએ કેન્સર પીડિતો માટે આપી પ્રેરણાદાયી ભેટ


16 ઇંચ વાળનું દાન કરી નિધિ પ્રજાપતિએ કેન્સર પીડિતો માટે આપી પ્રેરણાદાયી ભેટ


મહેસાણા, 25 જૂન (હિ.સ.)અરવલ્લી જિલ્લાના બાયડ ગામની દીકરી અને હાલ અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના કાવિઠા ગામે રહેતી નિધિ સંદીપકુમાર પ્રજાપતિએ કેન્સર પીડિત મહિલાઓ અને યુવતીઓ માટે પોતાના 16 ઇંચ લાંબા વાળનું દાન કરીને માનવતાની અનોખી મિસાલ રજૂ કરી છે. પિતા ગિરીશભાઈ જોઈતાભાઈની પુત્રી નિધિબેને કેન્સરની સારવાર દરમિયાન વાળ ગુમાવનાર મહિલાઓની પીડા જોઈ આ નિર્ણય લીધો હતો.

એમ.એસસી. (બોટની) અને બી.એડ. સુધીનું શિક્ષણ મેળવેલી નિધિબેનને હેર ડોનેશનનો વિચાર સોશિયલ મીડિયા પર તૃપલભાઈ પટેલનો વીડિયો જોઈને આવ્યો હતો. તેમણે પોતાના વાળ 16 ઇંચ સુધી લાંબા કરવા માટે 3 વર્ષથી વધુ સમય સુધી નિયમિત માવજત અને સંભાળ રાખી હતી. વર્ષો સુધી સાચવીને ઉછેરેલા વાળનું દાન કરીને તેમણે કેન્સર પીડિતોમાં આત્મવિશ્વાસ અને આશા જગાડવાનો પ્રયાસ કર્યો છે.

નિધિબેને જણાવ્યું હતું કે, વાળ દાન કરતી વખતે તેમને અત્યંત આનંદ અને સંતોષની લાગણી થઈ હતી. આ કાર્યમાં તેમના પરિવાર અને ખાસ કરીને પતિ સંદીપકુમારનો પૂરતો સહયોગ અને પ્રોત્સાહન મળ્યું હતું.

નિધિબેને યુવાનોને સોશિયલ મીડિયાનો સકારાત્મક ઉપયોગ કરીને સમાજસેવાના કાર્યોમાં જોડાવાનું આહ્વાન કર્યું છે. તેમનું આ કાર્ય અનેક લોકો માટે પ્રેરણારૂપ બન્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande