મહેસાણા જિલ્લામાં શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ યોજાયો
મહેસાણા, 25 જૂન (હિ.સ.) : મહેસાણા જિલ્લાના સતલાસણા, ડભાડ અને મહિયલ ખાતે શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-2026 અંતર્ગત કાર્યક્રમો યોજાયા હતા. મંત્રીએ આંગણવાડી, બાલવાટિકા, ધોરણ 1, ધોરણ 9 અને ધોરણ 1
મહેસાણા જિલ્લામાં શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ યોજાયો


મહેસાણા, 25 જૂન (હિ.સ.) : મહેસાણા જિલ્લાના સતલાસણા, ડભાડ અને મહિયલ ખાતે શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-2026 અંતર્ગત કાર્યક્રમો યોજાયા હતા. મંત્રીએ આંગણવાડી, બાલવાટિકા, ધોરણ 1, ધોરણ 9 અને ધોરણ 11માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી તેમનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે તેમના હસ્તે રૂપિયા 1.12 કરોડના ખર્ચે નિર્માણ પામેલી ડભાડ પ્રાથમિક શાળાનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું.

વિદ્યાર્થીઓને સંબોધતા મંત્રીએ જણાવ્યું હતું કે વિકસિત ભારતના નિર્માણ માટે ગોખણપટ્ટી નહીં પરંતુ જ્ઞાન અને કૌશલ્ય આધારિત શિક્ષણ જરૂરી છે. તેમણે વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયાનો મર્યાદિત ઉપયોગ કરવા અને જિજ્ઞાસુ બની સતત પ્રશ્નો પૂછતા રહેવા અનુરોધ કર્યો હતો. સાથે જ સેમિકન્ડક્ટર, રોબોટિક્સ અને સોલર એનર્જી જેવા ક્ષેત્રોમાં રહેલી નવી તકો અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન મંત્રીએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી શિક્ષણ વિભાગની વિવિધ યોજનાઓ અંગે માહિતી આપી હતી. શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓ અને દાતાશ્રીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત મંત્રીએ શાળા છોડનારા બે વિદ્યાર્થીઓના ઘરે જઈ વાલીઓ સાથે ચર્ચા કરી તેમને પુનઃ શિક્ષણ સાથે જોડવાની પહેલ કરી હતી. કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો, શિક્ષણ અધિકારીઓ, વાલીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande