ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે 49.74 લાખની વર્ચ્યુઅલ કરન્સી ટ્રેડિંગ છેતરપિંડીમાં એકને ઝડપી પાડ્યો
રાજસ્થાનના જાલોરથી લાધુરામ ઉર્ફે લલિત માલીને ટ્રાન્સફર વોરંટ લવાયો ભરૂચ કમિશનના હેતુથી પોતાના નામે વિવિધ બેંક એકાઉન્ટ ખોલાવી સાયબર ઠગોને ઉપયોગ માટે આપ્યા હતા ભરૂચના વ્યક્તિને ટેલિગ્રામ મારફતે પહેલા ઓનલાઈન ટાસ્ક અને કમિશનની લાલચ આપવામાં આવી હતી
ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે 49.74 લાખની વર્ચ્યુઅલ કરન્સી ટ્રેડિંગ છેતરપિંડીમાં એકને ઝડપી પાડ્યો


ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે 49.74 લાખની વર્ચ્યુઅલ કરન્સી ટ્રેડિંગ છેતરપિંડીમાં એકને ઝડપી પાડ્યો


રાજસ્થાનના જાલોરથી લાધુરામ ઉર્ફે લલિત માલીને ટ્રાન્સફર વોરંટ લવાયો ભરૂચ

કમિશનના હેતુથી પોતાના નામે વિવિધ બેંક એકાઉન્ટ ખોલાવી સાયબર ઠગોને ઉપયોગ માટે આપ્યા હતા

ભરૂચના વ્યક્તિને ટેલિગ્રામ મારફતે પહેલા ઓનલાઈન ટાસ્ક અને કમિશનની લાલચ આપવામાં આવી હતી

ભરૂચ 25 જૂન (હિ.સ.)

સાયબર ગુનાઓમાં હવે માત્ર ઠગોને જ નહીં, પરંતુ કમિશનની લાલચે પોતાના બેંક એકાઉન્ટ સાયબર ગેંગને ઉપયોગ માટે આપતા લોકો પણ કાયદાની ઝપેટમાં આવી રહ્યા છે. ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે આશરે 49.74 લાખની વર્ચ્યુઅલ કરન્સી ટ્રેડિંગ છેતરપિંડી કેસમાં રાજસ્થાનના જાલોરથી એક આરોપીને ટ્રાન્સફર વોરંટના આધારે ઝડપી પાડ્યો છે.

તપાસમાં સામે આવ્યું છે કે આરોપી લાધુરામ ઉર્ફે લલિત માલીએ કમિશન મેળવવાના હેતુથી પોતાના નામે વિવિધ બેંક એકાઉન્ટ ખોલાવી સાયબર ઠગોને ઉપયોગ માટે આપ્યા હતા. આ એકાઉન્ટોમાં દેશભરમાં થયેલી ઓનલાઈન છેતરપિંડીની રકમ જમા થતી હતી અને ત્યારબાદ તેને અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરીને નાણાંનો ટ્રેઇલ છુપાવવાનો પ્રયાસ કરવામાં આવતો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, ભરૂચના એક વ્યક્તિને ટેલિગ્રામ મારફતે પહેલા ઓનલાઈન ટાસ્ક અને કમિશનની લાલચ આપવામાં આવી હતી. ત્યારબાદ વર્ચ્યુઅલ કરન્સી અને ટ્રેડિંગમાં વધુ નફો અપાવવાના બહાને એક ફેક ટ્રેડિંગ પ્લેટફોર્મ પર એકાઉન્ટ ખોલાવી અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ 49.89 લાખ જમા કરાવવામાં આવ્યા હતા. શરૂઆતમાં વિશ્વાસ જીતવા માટે થોડી રકમ પરત આપવામાં આવી હતી, પરંતુ બાદમાં કુલ 49.74 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી.

સાયબર ક્રાઇમ નિષ્ણાતોના મતે, આવા કેસોમાં ઠગો સીધા પોતાના ખાતાનો ઉપયોગ કરતા નથી. તેઓ કમિશનની ઓફર આપીને અન્ય લોકોના બેંક એકાઉન્ટ ભાડે લે છે અથવા ઉપયોગમાં લે છે. આવા ‘મ્યુલ એકાઉન્ટ’ સાયબર ગુનાઓની સૌથી મહત્વની કડી બની ગયા છે.ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસની આ કાર્યવાહી એક મહત્વનો સંદેશ આપે છે કે પોતાના બેંક એકાઉન્ટ, એટીએમ કાર્ડ, ચેકબુક અથવા નેટ બેંકિંગની વિગતો કોઈ અજાણી વ્યક્તિને આપવી માત્ર બેદરકારી જ નહીં પરંતુ ગંભીર કાનૂની ગુનામાં સંડોવણી પણ સાબિત થઈ શકે છે.

પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે ટેલિગ્રામ, વોટ્સએપ અથવા સોશિયલ મીડિયા મારફતે મળતી ઊંચા નફાની ઓફરો, ક્રિપ્ટો ટ્રેડિંગ સ્કીમો અને કમિશન આધારિત કામની લાલચથી સાવચેત રહેવું જોઈએ.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande