પોરબંદર મહાનગરપાલિકામાં સ્ટાફ રિવ્યુ બેઠક યોજાઈ.
પોરબંદર, 25 જૂન (હિ.સ.) પોરબંદર મહાનગરપાલિકાના સભાખંડ ખાતે મ્યુનિસિપલ કમિશનર એચ. જે. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને સ્ટાફ રિવ્યુ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના વિકાસકાર્યો, નાગરિક સુવિધાઓ અને વિવિધ શાખાઓ દ્વારા ચાલી રહેલી કામગીરીની પ્રગતિની
પોરબંદર મહાનગરપાલિકામાં સ્ટાફ રિવ્યુ બેઠક યોજાઈ.


પોરબંદર મહાનગરપાલિકામાં સ્ટાફ રિવ્યુ બેઠક યોજાઈ.


પોરબંદર, 25 જૂન (હિ.સ.) પોરબંદર મહાનગરપાલિકાના સભાખંડ ખાતે મ્યુનિસિપલ કમિશનર એચ. જે. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને સ્ટાફ રિવ્યુ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના વિકાસકાર્યો, નાગરિક સુવિધાઓ અને વિવિધ શાખાઓ દ્વારા ચાલી રહેલી કામગીરીની પ્રગતિની સમીક્ષા કરવા યોજાયેલી આ બેઠકમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર મનન ચતુર્વેદી સહિત મહાનગરપાલિકાની તમામ શાખાઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠક દરમિયાન વિવિધ શાખાઓના અધિકારીઓએ પોતાના વિભાગ હેઠળ ચાલી રહેલી કામગીરી, પ્રગતિ, પડકારો તેમજ આગામી આયોજન અંગે વિગતવાર માહિતી રજૂ કરી હતી. મ્યુનિસિપલ કમિશનર એચ. જે. પ્રજાપતિએ દરેક વિભાગની કામગીરીનું વિશ્લેષણાત્મક મૂલ્યાંકન કરી કામગીરીને વધુ ઝડપી, પારદર્શક અને પરિણામલક્ષી બનાવવા માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.

સેનિટેશન વિભાગ અને ગાર્ડન વિભાગની કામગીરીની સમીક્ષા દરમિયાન શહેરમાં સર્વત્ર સ્વચ્છતા જળવાઈ રહે, જાહેર બગીચાઓની જાળવણી સુદ્રઢ બને, કચરાના યોગ્ય નિકાલની વ્યવસ્થા વધુ અસરકારક બને તેમજ મુખ્ય જાહેર સ્થળો પર નિયમિત સફાઈ થાય તે માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાનને વધુ સઘન બનાવવા તથા નાગરિકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગને શહેરમાં કાર્યરત ટ્યુશન ક્લાસીસ, શૈક્ષણિક સંસ્થાઓ, પ્લે હાઉસ, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, હોસ્પિટલો તથા અન્ય જાહેર ઉપયોગની ઇમારતોમાં ફાયર સેફ્ટીના નિયમોનું કડક પાલન થાય તેની ચકાસણી કરવા સૂચના આપવામાં આવી હતી. જ્યાં જરૂરી સુરક્ષા વ્યવસ્થાનો અભાવ જોવા મળે ત્યાં નિયમ મુજબ કાર્યવાહી કરવા તેમજ ગંભીર બેદરકારી જણાય તો કડક પગલાં લેવા નિર્દેશ આપવામાં આવ્યા હતા.

ચોપાટી વિસ્તાર સહિત શહેરના મુખ્ય પ્રવાસન અને જાહેર સ્થળોની વ્યવસ્થાને લઈને પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. ચોપાટી વિસ્તારમાં સ્વચ્છતા, કચરા વ્યવસ્થાપન, નાગરિક સુવિધાઓ અને જાહેર આરોગ્યને લગતા મુદ્દાઓની સમીક્ષા કરી સંબંધિત વિભાગોને સતત મોનિટરિંગ રાખવા જણાવાયું હતું. જાહેર સ્થળોએ અનિયમિત રીતે થતી પ્રવૃત્તિઓ અને નાગરિકોને અસર કરતા પ્રશ્નોના તાત્કાલિક નિરાકરણ માટે સૂચનાઓ આપવામાં આવી હતી.

ટાઉન પ્લાનિંગ શાખા, માર્કેટ શાખા તેમજ અન્ય વિભાગોની કામગીરીની સમીક્ષા દરમિયાન વિકાસલક્ષી યોજનાઓ, શહેરી આયોજન, આવક વધારવાના પ્રયાસો તથા વિભાગીય કામગીરીને વધુ કાર્યક્ષમ બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

મ્યુનિસિપલ કમિશનરએ તમામ વિભાગોને આંતર-વિભાગીય સંકલન સાથે કામગીરી કરવા, નાગરિક કેન્દ્રિત અભિગમ અપનાવવા અને સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા ભાર મૂક્યો હતો. બેઠકના અંતે મ્યુનિસિપલ કમિશનર એચ. જે. પ્રજાપતિએ જણાવ્યું હતું કે મહાનગરપાલિકાની તમામ શાખાઓ દ્વારા સુચારૂ સંકલન સાથે કામગીરી કરવામાં આવશે તો નાગરિકોને વધુ સારી સેવાઓ ઉપલબ્ધ થશે અને શહેરના સર્વાંગી વિકાસને વધુ વેગ મળશે. તેમણે તમામ અધિકારીઓને જવાબદારીપૂર્વક કામગીરી કરી પોરબંદરને વધુ સ્વચ્છ, સુવ્યવસ્થિત અને નાગરિકમૈત્રી શહેર બનાવવા માટે સતત પ્રયત્નશીલ રહેવા અનુરોધ કર્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande