


પોરબંદર, 25 જૂન (હિ.સ.)રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત વિકાસ કમિશનર ડી. એન. મોદી અને જિલ્લા કલેક્ટર એસ. ડી. ધાનાણીએ આજે પોરબંદર જિલ્લાના કુછડી, રાતડી અને વિસાવાડા ગામોની શાળાઓમાં બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન વિકાસ કમિશનર ડી.એન.મોદી અને જિલ્લા કલકેટર એસ.ડી. ધાનાણી સહિત ના અધિકારીઓ એ વિસાવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પણ મુલાકાત લીધી હતી.વિકાસ કમિશનરએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઉપલબ્ધ આરોગ્ય સેવાઓ, દર્દીઓને અપાતી સારવાર, તેમજ વિવિધ આરોગ્ય સુવિધાઓ અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી. આ સાથે દર્દીઓ સાથે રૂબરૂ વાતચીત પણ કરી હતી.
આ મુલાકાત દરમિયાન તાલુકા પંચાયત પ્રમુખ પ્રતાપ કેશવાલા, જિલ્લા પંચાયતના સદસ્ય જેઠાભાઇ ઓડેદરા, અગ્રણી આવડા ઓડેદરા, માલદેભાઈ સહિત અગ્રણીઓ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya