મંત્રી મોઢવાડીયાએ કિંદરખેડા અને કોલીખડા ખાતેના વિકાસકાર્યોનું સ્થળ નિરીક્ષણ.
પોરબંદર, 25 જૂન (હિ.સ.)વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયાએ પોરબંદર તાલુકાના કિંદરખેડા અને કોલીખડા ખાતે ખેડૂતોના હિતલક્ષી વિકાસ કામોનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. મંત્રીએ કિંદરખેડા ખાતે ડંકી વાળી કેનાલને પહોળી અને ઊંડી કરવાની ચાલી રહે
મંત્રી મોઢવાડીયાએ કિંદરખેડા અને કોલીખડા ખાતેના વિકાસકાર્યોનું સ્થળ નિરીક્ષણ.

મંત્રી મોઢવાડીયાએ કિંદરખેડા અને કોલીખડા ખાતેના વિકાસકાર્યોનું સ્થળ નિરીક્ષણ.

મંત્રી મોઢવાડીયાએ કિંદરખેડા અને કોલીખડા ખાતેના વિકાસકાર્યોનું સ્થળ નિરીક્ષણ.

મંત્રી મોઢવાડીયાએ કિંદરખેડા અને કોલીખડા ખાતેના વિકાસકાર્યોનું સ્થળ નિરીક્ષણ.

મંત્રી મોઢવાડીયાએ કિંદરખેડા અને કોલીખડા ખાતેના વિકાસકાર્યોનું સ્થળ નિરીક્ષણ.

પોરબંદર, 25 જૂન (હિ.સ.)વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયાએ પોરબંદર તાલુકાના કિંદરખેડા અને કોલીખડા ખાતે ખેડૂતોના હિતલક્ષી વિકાસ કામોનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

મંત્રીએ કિંદરખેડા ખાતે ડંકી વાળી કેનાલને પહોળી અને ઊંડી કરવાની ચાલી રહેલી કામગીરીનું સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું હતું. મંત્રીએ કામગીરીની ગુણવત્તા, પ્રગતિ તેમજ સમયમર્યાદામાં કાર્ય પૂર્ણ કરવા અંગે સંબંધિતો સાથે ચર્ચા કરી જરૂરી સૂચનાઓ આપી હતી.ત્યારબાદ મંત્રીએ કોલીખડા ખાતે પોરબંદર તાલુકા ખરીદ-વેચાણ સંઘ દ્વારા ખેડૂતો માટે પાકના ખરીદ-વેચાણની સુવિધા ઊભી કરવા માટે નિર્ધારિત સ્થળની મુલાકાત લીધી હતી. તેમણે સ્થળની સ્થિતિ અંગે માહિતી મેળવી વિકાસકાર્યના વિવિધ પાસાઓની સમીક્ષા કરી હતી.

મંત્રીએ સ્થાનિક ખેડૂતોને વધુ સુવિધાઓ ઉપલબ્ધ થાય અને કૃષિ ઉપજના વ્યવસ્થિત સંગ્રહ તથા વેચાણ માટે જરૂરી માળખાકીય સુવિધાઓ વિકસે તે માટેની આયોજનબદ્ધ કામગીરી માહિતી મેળવી હતી

આ સ્થળ નિરીક્ષણ દરમિયાન પોરબંદર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમભાઈ ઓડેદરા, તાલુકા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન કેશુભાઈ ઓડેદરા સહિત સ્થાનિક આગેવાનો,ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya

 rajesh pande