પાટણ પાલિકાની વિવિધ સમિતિઓના નવનિયુક્ત ચેરમેનોએ સત્તાવાર રીતે પદભાર સંભાળ્યો
પાટણ, 25 જૂન (હિ.સ.) : પાટણ નગરપાલિકાની વિવિધ સમિતિઓના નવનિયુક્ત ચેરમેનોએ પાલિકા કચેરી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સત્તાવાર રીતે પદભાર સંભાળ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં આગેવાનો, કાર્યકરો અને સમર્થકો હાજર રહ્યા હતા. કારોબારી સમિતિના ચેરમેન તરીક
પાટણ પાલિકાની વિવિધ સમિતિઓના નવનિયુક્ત ચેરમેનોએ સત્તાવાર રીતે પદભાર સંભાળ્યો.


પાટણ પાલિકાની વિવિધ સમિતિઓના નવનિયુક્ત ચેરમેનોએ સત્તાવાર રીતે પદભાર સંભાળ્યો.


પાટણ પાલિકાની વિવિધ સમિતિઓના નવનિયુક્ત ચેરમેનોએ સત્તાવાર રીતે પદભાર સંભાળ્યો.


પાટણ, 25 જૂન (હિ.સ.) : પાટણ નગરપાલિકાની વિવિધ સમિતિઓના નવનિયુક્ત ચેરમેનોએ પાલિકા કચેરી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સત્તાવાર રીતે પદભાર સંભાળ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં આગેવાનો, કાર્યકરો અને સમર્થકો હાજર રહ્યા હતા.

કારોબારી સમિતિના ચેરમેન તરીકે પટેલ નીલમ ભાયચંદભાઈ, બાંધકામ સમિતિના ચેરમેન તરીકે મોદી અમિષાબેન સંજયભાઈ, ટાઉન પ્લાનિંગ સમિતિના ચેરમેન તરીકે પટેલ ડીમ્પલ સંદીપકુમાર અને વોટર વર્ક્સ સમિતિના ચેરમેન તરીકે મોદી ગૌરવ કનૈયાલાલે પદભાર સંભાળ્યો.

વાહન વ્યવહાર સમિતિના ચેરમેન તરીકે ત્રિવેદી માનસી અમરીશભાઈ, ભૂગર્ભ સમિતિના ચેરમેન તરીકે ઠાકોર રેણુકાબેન દિગ્વિજયસિંહ, સ્ટ્રીટ લાઇટ સમિતિના ચેરમેન તરીકે બારોટ વિજયાબેન ધરમેન્દ્રભાઈ, સ્વચ્છતા સમિતિના ચેરમેન તરીકે પ્રજાપતિ ચેતનાબેન કમલેશભાઈ, લીગલ જન્મ-મરણ સમિતિના ચેરમેન તરીકે સોલંકી જયેશકુમાર ગંગારામભાઈ અને હિસાબી સમિતિના ચેરમેન તરીકે મોદી ભૂમિકાબેન નીકુલભાઈએ ચાર્જ સંભાળ્યો.

બાગ-બગીચા સમિતિના ચેરમેન તરીકે પરમાર સાધના કમલેશભાઈ, સમાજ સંગઠક સમિતિના ચેરમેન તરીકે પટેલ છાયા સતીશભાઈ, સ્ટોર પરચેઝ સમિતિના ચેરમેન તરીકે ભીલ રાજેશભાઈ જયંતીલાલ અને સાંસ્કૃતિક સમિતિના ચેરમેન તરીકે સોલંકી મીનાબેન હર્ષદભાઈએ પણ પદભાર ગ્રહણ કર્યો હતો. ઉપસ્થિત આગેવાનો અને કાર્યકરોએ તમામ ચેરમેનોને શુભેચ્છાઓ પાઠવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande