પોરબંદર અને કુતિયાણામાં ગંજા જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા.
પોરબંદર, 25 જૂન (હિ.સ.) પોરબંદર જિલ્લામાં નશીલા પદાર્થોના વેચાણ અને હેરાફેરી સામે પોલીસ દ્વારા હાથ ધરાયેલી સઘન કાર્યવાહીમાં ગાંજાના બે અલગ-અલગ કેસ નોંધાયા છે. પોરબંદર શહેર અને કુતિયાણા વિસ્તારમાં કરાયેલા દર્રોડાઓમાં પોલીસે કુલ 810 ગ્રામ ગાંજો જપ
પોરબંદર અને કુતિયાણામાં ગંજા જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા.


પોરબંદર અને કુતિયાણામાં ગંજા જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા.


પોરબંદર, 25 જૂન (હિ.સ.) પોરબંદર જિલ્લામાં નશીલા પદાર્થોના વેચાણ અને હેરાફેરી સામે પોલીસ દ્વારા હાથ ધરાયેલી સઘન કાર્યવાહીમાં ગાંજાના બે અલગ-અલગ કેસ નોંધાયા છે. પોરબંદર શહેર અને કુતિયાણા વિસ્તારમાં કરાયેલા દર્રોડાઓમાં પોલીસે કુલ 810 ગ્રામ ગાંજો જપ્ત કરી બે શખ્સોની ધરપકડ કરી છે.

કમલાબાગ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફે નવી ખડપીઠ વિસ્તારમાં નારાયણ મંડપ સર્વિસના ગોડાઉન નજીક આવેલા એક રહેણાંક મકાનમાં દરોડો પાડયો હતો. દરોડા દરમિયાન હસમુખ ચંદુભાઈ ઉર્ફે સંતોષ સોલંકી , ઝુંડાળા પાસેથી 414 ગ્રામ સુકો ગાંજો મળી આવ્યો હતો. પોલીસે આરોપી પાસેથી 20,700 કિંમતનો ગાંજો અને 5,000 કિંમતનો મોબાઇલ ફોન મળી કુલ 25,700નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

જયારે કુતિયાણા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે તરખાઈ ગામે ગાત્રાળ માતાજીના મંદિરે દરોડો પાડી મહંત અખિલેશ્વરગીરી કમલગીરી ને 396 ગ્રામ ગાંજા સાથે ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી 19,800 કિંમતનો ગાંજો અને 5,000નો મોબાઈલ ફોન મળી કુલ 24,800નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.બંને બનાવોમાં પોલીસે આરોપીઓ સામે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande