કવાંટ તાલુકા પંચાયતની સામાન્ય સભામાં વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી
છોટાઉદેપુર, 25 જૂન (હિ.સ.) : કવાંટ તાલુકા પંચાયત કચેરી ખાતે આજે એક મહત્વની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સામાન્ય સભામાં તાલુકાના વિકાસ કાર્યોને વેગ આપવા અને વહીવટી પ્રક્રિયાને સુદ્રઢ બનાવવા માટે વિવિધ વૈધાનિક સમિતિઓની રચના સર્વાનુમતે
સામાન્ય સભા


છોટાઉદેપુર, 25 જૂન (હિ.સ.) : કવાંટ તાલુકા પંચાયત કચેરી ખાતે આજે એક મહત્વની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સામાન્ય સભામાં તાલુકાના વિકાસ કાર્યોને વેગ આપવા અને વહીવટી પ્રક્રિયાને સુદ્રઢ બનાવવા માટે વિવિધ વૈધાનિક સમિતિઓની રચના સર્વાનુમતે કરવામાં આવી હતી. આજની બેઠકમાં સર્વસંમતિથી તાલુકા પંચાયતની સૌથી મહત્વની ગણાતી કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે કલેસિંગ હમેરસિંગભાઈ રાઠવાની વરણી કરવામાં આવી છે. જ્યારે તાલુકાના છેવાડાના માનવી સુધી ન્યાય અને કલ્યાણકારી યોજનાઓ પહોંચાડતી સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે ભાવના કૌશિકભાઈ રાઠવાની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી છે.

કારોબારી અધ્યક્ષ કલેસિંગ રાઠવા અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ભાવના રાઠવાએ પક્ષના મોવડીમંડળ અને સાથી સભ્યોનો આભાર માનતા જણાવ્યું હતું કે, તેઓ કવાંટ તાલુકાના સર્વાંગી વિકાસ માટે અને પ્રજાલક્ષી કાર્યોને પ્રાથમિકતા આપીને એક ટીમ તરીકે નિષ્ઠાપૂર્વક કામ કરશે.

આ સામાન્ય સભામાં તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, તાલુકા વિકાસ અધિકારી તેમજ તમામ પક્ષના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande