અમદાવાદમાં છેલ્લા મહિનામાં 59 જગ્યાએ પાણીમાં પ્રદૂષણનો રિપોર્ટ
અમદાવાદ,25 જૂન (હિ.સ.) અમદાવાદમાં છેલ્લા એક અઠવાડિયાથી પૂરતો પાણીનો જથો નથી મળી રહ્યોં તેને લઈને શહેરમાં પાણીનો કકડાટ ચાલી રહ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સાબરમતી નદી સફાઇ માટે ખાલી કરવામાં આવી હતીનું કારણ જણાવી રહ્યા હતા અને હવે પ્ર
Water pollution reported at 59 places in Ahmedabad in the last month


અમદાવાદ,25 જૂન (હિ.સ.) અમદાવાદમાં છેલ્લા એક અઠવાડિયાથી પૂરતો પાણીનો જથો નથી મળી રહ્યોં તેને લઈને શહેરમાં પાણીનો કકડાટ ચાલી રહ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સાબરમતી નદી સફાઇ માટે ખાલી કરવામાં આવી હતીનું કારણ જણાવી રહ્યા હતા અને હવે પ્રદૂષણ માટે નદીમાં પાણી ભરવામાં શરૂ કર્યું પરંતુ લીલ આવવાથી ખરાબ આપવાનું કારણ જણાવી રહ્યા છે શહેરમાં પાણીનો કકડાટ ચાલી રહ્યો છે. ત્યારે પાણીનો વપરાશ કરવા માટે ગેરકાયદે કનેકશન અને મોટર-પંપનો ઉપયોગ કરવામાં આવે છે.

અમદાવાદ શહેરની ગટર લાઇનોની સફાઇમાં ચાલતી લાલિયાવાડીનાં કારણે અને ગટર લાઇનોમાં ભંગાણ પડી ગયાં હોવાથી પીવાનાં પાણીમાં ગટરનાં ગંદા પાણી મિક્સ થવાથી લોકોનાં ઘર સુધી પ્રદૂષિત પાણી પહોંચતુ હોવાની ફરિયાદો પણ વધવા પામી છે.

શહેરીજનોને આપવામાં આવતાં પીવાનાં પાણીમાં ગટરનાં પાણી ભળી ગયાં છે કે નહિ તેની ચકાસણી માટે દરરોજ સવારે જુદી જુદી જગ્યાઓએથી પાણીનાં નમૂના લેવાય છે. છેલ્લા 21 દિવસમાં 5794 નમૂના લેવાયાં હતા, તેમાંથી 59 નમૂના અનફીટ એટલે કે પાણી પીવાલાયક નથી તેવા રિપોર્ટ આવ્યા છે. તેના પગલે જે તે વિસ્તારનાં ઇજનેર અને હેલ્થ ખાતાની દોડધામ વધી જવા પામી છે.

આ વિસ્તારોમાં પ્રદૂષિત પાણીથી લોકોને પેટમાં દુખાવો, ઝાડાઊલટીઅને કમળાનાં રોગચાળાનો ભોગ બનવુ પડ્યું હોવાનુ જાણવા મળ્યુ છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande